________________
રહો-એ બરાબર પણ મડદું તો ન રાખો ને ? તેમ જે ગુરુભગવંતે આપણા ઉપર ઉપકાર કર્યો હોય તે પોતે શાસનને વફાદાર રહ્યા ન હોય તો તેમના સાધુપણાનું મડદું થયું છે એમ સમજીને આપણે એમનાથી આઘા રહેવું અને બીજા માર્ગસ્થ ગુરુ માથે કરી લેવાના. સાચા સાધુઓનો આજે ય તોટો નથી, સાચું માનનારાઓનો તોટો છે. મોક્ષમાર્ગ આપણે ધારીએ છીએ એટલો સહેલો નથી. એક તો સંસારના સુખની આસક્તિ જ એટલી સતાવતી હોય કે સાધના કરવાનું મન ન થાય અને માંડ માંડ મન થાય ત્યારે અવરોધો આડા આવે, એવા વખતે ખૂબ સાવધ રહીને કામ કરવું પડે. આપણને માર્ગે ચાલવાનું મન થાય અને આવા ઉન્માર્ગગામી આપણને ભટકાઈ જાય તો આપણી શું દશા થાય ? આવા નામધારીઓથી આપણી જાતને બચાવી લેવા માટે આટલી વાત કરી. બાકી આપણે બીજાના ભ્રાન્તિદોષની ચિંતા નથી કરવાની, આપણા ભ્રાન્તિદોષના કારણે આપણી સાધના અટકી ન પડે-એનો જ વિચાર આપણે કરવાનો છે.
ભ્રાન્તિને દૂર કરવા માટે અજ્ઞાન અને કદાગ્રહ બંન્ને ટાળવા પડશે. અજ્ઞાન ટળ્યા પછી પણ મિથ્યાત્વ જોર કરે તો કદાગ્રહ આવે. ‘મારું જ સારું આ મિથ્યાવાગ્રહને જન્માવે છે. તેના બદલે સાચું તે મારું આ વૃત્તિ કેળવીએ તો મિથ્યાત્વ ઓગળવા માડે. મિથ્યાત્વ ઓગળે એટલે કદાગ્રહ ટળે, કદાગ્રહ ટળે એટલે જ્ઞાનીનું પાતંત્ર્ય આવે, જ્ઞાનીનું પાતંત્ર્ય આવે એટલે જ્ઞાનીના ચરણે ભણવા બેસે, ભણવા બેસે એટલે કૃતના પારને પામે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org