________________
આજ્ઞા પાળે, બીજા પાસે આજ્ઞા પળાવે અને આજ્ઞા પાળવાના ઉપાયો બતાવી માર્ગે ચલાવે તે ગીતાર્થ કહેવાય. જે પોતે દોષોથી દૂર રહે અને બીજાને દોષોથી દૂર રહેવાનો માર્ગ બતાવે તે ગીતાર્થ કહેવાય. વાતવાતમાં અપવાદના નામે અનુકૂળતા માટે બાંધછોડ કરી આપે તે ગીતાર્થ ન કહેવાય. દોષોનો બચાવ કરવાની અને દોષોને ચલાવી લેવાની વૃત્તિ ભ્રાન્તિદોષને જીવતો રાખે છે. જે પોતાના દોષોનો બચાવ કરે, દોષોને ચલાવી લે તેનું સમ્યગ્દર્શન પણ ચાલવા માંડે છે તો સાધુતા તો ક્યાંથી રહે ? લોકોને માર્ગસ્થ બનાવવાની જવાબદારી માથે લઈ બેઠેલો ભોમિયો જ માર્ગ ભૂલી જાય તો તેની પાછળ ભટક્નારાની શી દશા થાય ? સ૦ જેના આધારે ધર્મ પામ્યા હોઈએ, ઉપાશ્રયે આવતા થયા હોઈએ તેવાને પણ છોડી દેવાના ? ઉપકારીને કેવી રીતે છોડાય ?
જે લાકડીથી ચાલતા હોઈએ એ લાકડી તૂટી જાય તો તેના આધારે જ ચાલવાનું કે તેને બાજુએ મૂકીને બીજી લાડી લેવાની ? ગુરુભગવાન શાસનના કારણે મહાન છે. જેના કારણે આપણે ભગવાનના શાસનને ઓળખતા થયા તે ગુરુ પોતે જ શાસનને વિદાય આપે તો આપણે એવા ગુરુને ય વિદાય આપવી પડે ને ? જે માતાપિતાએ જન્મ આપ્યો, લાલનપાલન કરી મોટા કર્યા, પગભર બનાવ્યા તે માતાપિતા કાળધર્મ પામે તો તેમનું મડદું ઘરમાં સંઘરી રાખો કે સ્મશાનભેગું કરો ? માતાપિતાના ઉપકારને યાદ કરી બે આંસુ પાડો અને તેમણે આપેલા સંસ્કારને જિંદગી સુધી વળગી
Jain Education International
૧૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org