________________
સામર્થ્યયોગને પામે અને ક્ષાવિકભાવ પામે. માણતુષમુનિએ “ચઢતું નથી તો ગોખવું નથી’ આ કદાગ્રહ મૂકીને ચૌદ વરસ સુધી આયંબિલ કરીને “ ” અને “ તુષ” એ બે પદો ગુરુભગવંતની આજ્ઞાથી ગોખ્યા તો શ્રુતજ્ઞાનના બદલે કેવળજ્ઞાન પામી ગયા. હઠાગ્રહને મૂક્યા વગર અજ્ઞાન નહિ ટળે અને અજ્ઞાન ટળ્યા વગર કોઈ ગુણ નહિ મળે. શ્રી તીર્થંકરપરમાત્મા કે ગુરુભગવંતો આપણી ઉપર જો કોઈ ઉપકાર કરતા હોય તો તે આ જ ઉપકાર છે કે તેઓ આપણા અજ્ઞાન અને કદાગ્રહથી જન્ય ભ્રમને દૂર કરે છે. શ્રી વિમલનાથ સ્વામી ભગવાનના સ્તવનમાં પૂ. યશોવિજયજી મહારાજે જણાવ્યું છે કે
તત્ત્વપ્રીતિકર પાણી પાયું, વિમલાલોકે આંજી છે, લોચન ગુરુ પરમાત્ર દીયે તવ, ભ્રમ નાંખે સવિ ભાંજી છે....
એક વાર ભ્રાન્તિદોષ ટળે એટલે સાધનામાર્ગની યોગ્યતા પૂરી થાય છે. અજ્ઞાનજન્ય બ્રાન્તિ જડતાના ઘરની હોવાથી તેના કારણે ધર્મ દુર્જેય બને છે અર્થાત્ ધર્મ સારી રીતે સમજી શકાતો નથી અને કદાગ્રહજન્ય ભ્રાન્તિ વકતાના ઘરની હોવાથી, તેના કારણે ધર્મ દુરારાધ્ય બને છે અર્થાત્ ધર્મ સારી રીતે પાળી શકાતો નથી. બેય પ્રકારનો ભ્રાન્તિદોષ ટળવાથી ધર્મ સમજવાની અને આરાધવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. કદાગ્રહ ટળે એટલે વકતા જાય અને ઋજુતા આવે અને અજ્ઞાન ટળે એટલે જડતા જાય અને પ્રાજ્ઞતા આવે. ઋજુતા અને પ્રાજ્ઞતામાંથી પણ ઋજુતા પહેલી છે. કારણ કે જે ઋજુ હોય તેને સમજાવવાનું સહેલું છે, તેને સહેલાઈથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org