________________
આશય સચવાયો નથી. આજે ગુરુનો ગુરુમાતા તરીકે વ્યવહાર થઈ રહ્યો છે તે વ્યાજબી નથી. ગુરુને ગુરુમાતા નહિ ગુરુભગવંત માનવાની જરૂર છે. ગુરુ ભગવાન છે, માતા તો અષ્ટપ્રવચન માતા છે. અષ્ટપ્રવચનમાતાને મૂકીને ગુરુને માતાતુલ્ય માનવા છે-એનો અર્થ એ જ માનવો પડે કે ગુરુ પાસે વાત્સલ્ય જોઈએ છે, માર્ગપ્રવર્તન નથી જોઈતું. શાસ્ત્રકારોએ ગુરુને તીર્થકરતુલ્ય જણાવ્યા છે, આપણે એમને માતાતુલ્ય નથી માનવા. માતા કહેવાથી તારકતાનો ભાવ નથી આવતો, આપણા દોષો નભાવવાની ભાવના જાગે છે. વાત્સલ્યની જરૂર શેના માટે પડે ? દોષો કાઢવા માટે કે નભાવવા માટે ? દોષો કાઢવા માટે તો દોષોના જ્ઞાનની અને દોષોને દૂર કરવાના ઉપાયના જ્ઞાનની જરૂર છે. ગુરુભગવંત આપણી ભૂલો બતાવે અને એને સુધારવાનો ઉપાય બતાવે તે જ તેમની તારકતા છે. ગુરુ-શિષ્યનો સંબંધ સંસારના સંબંધો ભૂલવા માટે છે. સંસારના સંબંધો ભૂલવા માટે સાધુભગવંતને વેષની સાથે નામ પણ બદલી આપવામાં આવે છે, તો આપણે સંસારના સંબંધ યાદ આવે એવા શબ્દો ગુરુ સાથે શા માટે જોડવા ? આ જ શ્રી ષોડશકપ્રકરણમાં નામસ્થાપનને જ તાત્ત્વિકદીક્ષા કહી છે. મુંડન
ક્ય પછી ગયેલા વાળ પાછા આવે છે જ્યારે ગયેલું નામ પાછું નથી આવતું. તેથી મુંડનને દીક્ષા ન કહેતાં નામસ્થાપનને દીક્ષા કહી છે. સાધુનો સંસાર સાથેનો છેલ્લો સંબંધ પણ અહીં જ પૂરો થાય છે. સંસારનું કોઈ પણ રીતે સ્મરણ સાધુપણામાં ન થાય તે માટે જ્ઞાનીભગવંતોએ પૂરતી કાળજી રાખી છે. આપણે એ માર્ગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org