________________
તો જાતે સારવાર કરવા બેસો કે ડૉક્ટર પાસે લઈ જાઓ ? બીજાને સુધારવાના પ્રયત્નમાં લગભગ જિંદગી પૂરી થવા આવી, હવે તો જાત સામે જુઓ ! એક વાર આપણો ભ્રમ ટળી જાય, માર્ગનું સ્પષ્ટ દર્શન થઈ જાય પછી પગ ઉપાડવાના. દલીલો કરવાથી નિસ્તાર નહિ થાય. સાચું સમજાવવાની જવાબદારી અમારી, પણ સાચું માનવાની જવાબદારી તમારી છે. જેટલું પૂછવું હોય તેટલું પૂછી લો, પણ સાચું સમજીને સાચું માનવું હોય તો પૂછજો. જિજ્ઞાસાભાવે પૂછવાનો વાંધો નથી પરંતુ માત્ર ચર્ચા માટે પૂછોએનો કોઈ અર્થ નથી.
અહીં જે ભ્રાન્તિદોષનું વર્ણન કર્યું છે, તે ક્રિયા કરતી વખતે તે દોષ કઈ રીતે નડે છે-તેને આશ્રયીને કર્યું છે. ગ્રંથકારશ્રી ફરમાવે છે કે
भ्रान्तौ विभ्रमयोगान्न हि संस्कारः कृतेतरादिगतः । तदभावे तत्करणं प्रक्रान्तविरोध्यनिष्टफलम् ॥८॥
ભ્રાન્તિ(ભ્રમ) દોષ હોય ત્યારે ચિત્તનો વિભ્રમ થવાના કારણે ‘આ કર્યું કે આ ન કર્યું' વગેરે સંબંધી સંસ્કાર નથી હોતા. તેથી તેના અભાવમાં યોગની પ્રવૃત્તિ તેના વિરોધી એવા અનિષ્ટફળને પ્રાપ્ત કરાવે છે. ચિત્તનો વિભ્રમ એટલે મનની વિકલતા. મન વિકલ
.
હોય ત્યારે ‘મેં આ કર્યું કે નહિ ?’ ‘હું આ બોલ્યો કે નહિ ?' આના સંસ્કાર નથી હોતા. મનની વિકલતાના કારણે સંસ્કાર વિપરીત બને છે અને વિપરીત સંસ્કારના કારણે સાચા સંસ્કારનો નાશ થાય છે. આવા સંસ્કારના અભાવમાં જે ક્રિયા કરવામાં આવે તે ક્રિયાના
Jain Education International
૧૦૪
For Private & Personal Use Only
www.jainelibrary.org