________________
કક્ષાએ પહોચેલા કહેવાતા પણ આ ભ્રાન્તિદોષમાં અટવાયા કરે છે. જેના માથે સમસ્ત સંઘને મોક્ષમાર્ગે દોરવાની જવાબદારી છે, તેવા સમર્થ જ્ઞાની પણ ઉન્માર્ગને માર્ગ તરીકે બતાવતા હોય તો તે કદાગ્રહજનિત ભ્રમના કારણે. - સ0 આટલા ઊચે સ્થાને બિરાજમાન પણ આવું કરે ?
ઊંચે સ્થાને બિરાજમાન આવું ન કરે, ઊંચા સ્થાનને પચાવી પાડનારા આવું કરે. ઊંચે સ્થાને બિરાજમાન તો તે કહેવાય કે જે ગુરુની આજ્ઞાથી ઊંચે સ્થાને બેઠા હોય તેમ જ ત્યાં બેસીને ય ભગવાનની અને ગુરુની આજ્ઞામાં રહેતા હોય. આવાઓ પોતે ય તરે અને બીજાને ય તારે. તમારે ત્યાં સેનાપતિપદે બિરાજમાન કોણ કહેવાય ? જે રાજાના કહ્યામાં રહે અને પ્રજાની રક્ષા કરે તે ને ? જે પ્રજાને હેરાન કરે અને રાજાની ઉપરવટ થાય તે તો સ્થાનને પચાવી પડેલા કહેવાય ને ? તેમ અહીં પણ જેઓ ભગવાનની આજ્ઞાને બાજુએ મૂકીને વિશ્વાસુ લોકોને ઉન્માર્ગે લઈ જવાનું કામ કરે છે તે બધા શાસનનાં ઊંચા સ્થાનોને પચાવી પડેલા કહેવાય. ભ્રાન્તિદોષને આધીન બનેલાને માર્ગદર્શક માનવા, એ ય એક પ્રકારનો ભ્રમ છે. ભ્રાન્તિદોષના ભોગ બનેલાઓ આજે શાસ્ત્રનું ઓઠું લઈને પોતે માની લીધેલા માર્ગે લોકોને ચલાવવા માટે સંગઠનો કરી રહ્યા છે ને બંધારણો ઘડી રહ્યા છે અને એમના જેવાઓ એમને પીઠબળ આપી રહ્યા છે ! ભગવાનના શાસનનું બંધારણ ઘડવાની જરૂર નથી, શાસ્ત્રકારોએ ઘડી જ આપ્યું છે, આપણે માત્ર એને વળગી રહેવાની જરૂર છે. ધર્મ જ ઈચ્છા મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org