________________
કરવાનો હોત તો ગણધરભગવંતોએ કોઈ શાસ્ત્રની રચના જ કરી ન હોત. આજ્ઞા મુજબ ધર્મ કરવાનો છે, માટે જ તો આ શાસ્ત્રોની રચના છે. ભગવાનના વચન સાથે આપણે બંધાઈ જઈએ એટલે આપણું કામ પૂરું થાય છે, એના બદલે શાસ્ત્રનાં વિધાનો વચ્ચે આપણો આગ્રહ રાખ્યા કરીએ એ ભ્રાન્તિ નહિ તો બીજું શું છે ?
સવ બધા પોતપોતાની અપેક્ષાએ શાસ્ત્રનો અર્થ કરે, તેને ભ્રાન્તિ કહેવાય ?
ભગવાનના શાસનમાં પોતાની અપેક્ષાને સ્થાન નથી. પોતાની અપેક્ષાને બાજુએ મૂકીને શાસ્ત્રકારોની અપેક્ષાને સમજવાનો પ્રયત્ન કરે અને એ અપેક્ષાને સ્વીકારવા તૈયાર થાય તો સમજવું કે ભ્રાનિ નથી. ભગવાનની વાત સમજવા માટે જેટલી અપેક્ષાઓ લગાડવી હોય તે લગાડવાની છૂટ, પણ ભગવાનની વાતને મરડી નાખે એવી એકે ય અપેક્ષા ન ચાલે. શાસનને ગોદું મારીને આગળ ચાલે તે અપેક્ષા કહેવાય ? શાસ્ત્રમાં જેનો સ્પષ્ટ નિષેધ કર્યો હોય એવી પણ પ્રવૃત્તિ પોતાનો વર્ગ જમાવવા માટે દેશકાળને આગળ કરીને કરે અને કદાચ કોઈ શાસ્ત્રીય રીતે વિરોધ કરે તો લોકોના હૈયામાંથી પોતાનું સ્થાન જતું ન રહે તે માટે પોતાની જાતને ખરાબ કહે અને મિચ્છામિ દુક્કડમ્ આપી પશ્ચાત્તાપનો ડહોળ કરે તેને પાપભીરુ કે ગીતાર્થ કહેવાય ? રિમાન્ડ પર લીધેલો કેદી ગુનો કબૂલ કરે તો તેને નિખાલસ કહેવાય ? આવા “નિખાલસો” અને તેમને નિખાલસ માનીને તેમનો બચાવ કરનારા બંન્ને માર્ગ ચૂકેલા છે. શાસ્ત્રમાં માર્ગદર્શક ગીતાર્થોની ઘણી જવાબદારી બતાવી છે. જે પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org