________________
મળે તો ય સારો લાગે અને પારકાની ઈચ્છા મુજબ મિષ્ટાન્ન ખાવા મળે તો ય દુઃખ થાય ને ? તેવી રીતે ભગવાને કહેલું અનુષ્ઠાન પણ જો આપણી ઈચ્છા મુજબ કરવા મળે તો મજા આવે, આજ્ઞા મુજબ કરવું પડે તો મજા ન આવે-આ પ્રતાપ કદાગ્રહથી પેદા થયેલી ભ્રાન્તિનો છે. વર્તમાનમાં ધર્મ ગણાતા જીવનમાં જે થોડોઘણો આનંદ વર્તાય છે તે ય લગભગ સ્વછંદતાના ઘરનો છે. ઈચ્છાનો આગ્રહ બંધાય એટલે ભગવાને જેનો નિષેધ ર્યો હોય તેમાં પણ વિકલ્પ શોધવાની શરૂઆત થાય. બટાટાં વાપરવાની ના પાડી તો તેના પર્યાયરૂપે કાચા કેળાં વાપરવાનું શરૂ કરવું કે કહેવું-એ વ્યાજબી છે ? જેમાં આપણને અભક્ષ્યને સ્વાદ આવતો હોય તે શાસ્ત્રમાં અભક્ષ્ય તરીકે ન ગમ્યું હોવા છતાં આપણા માટે ભક્ષ્ય રહેતું નથી-એ જાણો છો ને ? શ્રી કુમારપાળ મહારાજાને ઘેબરમાં માંસનો સ્વાદ આવ્યો તો પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તેમને ઘેબરનો ત્યાગ કરવાનું કહ્યું ને ? શાસ્ત્રમાં ભક્ષ્યાભઢ્યની વ્યવસ્થા બતાવી છે તે આપણા રાગને દૂર કરવા માટે બતાવી છે, સ્વાદને પુષ્ટ કરવા માટે નહિ. જે અભક્ષ્ય હોય તેમાં સ્વાદ આવતો હોય કે ન આવતો હોય, તે વાપરવાનું જ નહિ; જે ભક્ષ્ય હોય તેમાં પણ સ્વાદ પુષ્ટ થતો હોય તો તેનો ત્યાગ કરવો : એ ભગવાનની આજ્ઞા છે. આ તો એક સામાન્ય દૃષ્ટાન્ત જણાવ્યું. આવા તો અનેક જાતના ભ્રમ ભગવાનના વચનમાં થતા જોવા મળે છે.
ભગવાનનું વચન સમજવા ન દે અને માનવા ન દે, તે ભ્રાન્તિ. આજે સામાન્ય ધર્મી વર્ગથી માંડીને સંઘાચાર્ય સુધીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org