Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 98
________________ સીધા રસ્તે ય ન ચાલે. તેથી જ જેને મોક્ષે જવું છે અને સંસારમાં રહેવું જ નથી તેના માટે આ અવરોધોની ચિંતા છે. જેના કારણે, સમ્યકત્વ મળ્યા પછી પણ સર્વવિરતિ પામી શકાતી ન હોય અને મળેલું સમ્યકત્વ પણ ગુમાવવાનો વખત આવતો હોય એ ઉત્થાનદોષને આપણા જીવનમાંથી વહેલામાં વહેલી તકે નાબૂદ કરવો છે. ઉત્થાનદોષવાળી દીક્ષા પણ ન નભાવાય તો ઉત્થાનદોષથી દૂષિત ગૃહસ્થપણાની ક્રિયાઓ તો ક્યાં લઈ જશે એ વિચારી જેવું. આજે નહિ તો કાલે આ દોષને વિદાય આપ્યા વગર લોકોત્તરમાર્ગમાં પ્રવેશ નહિ જ મળે-એ યાદ રાખવું. ૫. ભાન્તિ : પાંચમો દોષ ભ્રાન્તિ નામનો છે. ભાનિ એટલે ભ્રમ. જેને ભ્રમ થાય તેને જે વસ્તુ જેવી હોય તેવી ન દેખાતાં જુદી દેખાય. ભ્રાન્તિ, દૃષ્ટિને મલિન કરે છે. શાસ્ત્રકાર પરમર્ષિઓ માર્ગાનુસારિતાથી માંડીને વીતરાગતા સુધીનો માર્ગ બતાવતા હોય ત્યારે એ માર્ગને જોવા માટે આપણી પાસે આંખ તો હોવી જોઈને ને ? ભગવાનની વાત સમજવા માટે દૃષ્ટિ નિર્મળ જોઈએ અને ભગવાનની વાત માનીને માર્ગે ચાલવા માટે પગ મજબૂત જોઈએ. આંખ નિર્મળ હશે ને પગ નબળા હશે તો વિલંબે ઈષ્ટ સ્થાને પહોંચાશે પણ પગ મજબૂત હશે ને આંખ નિર્મળ નહિ હોય તો ઈષ્ટ સ્થાને નહિ પહોંચાય. તેથી માર્ગે ચાલવા પહેલાં દૃષ્ટિ ચોખ્ખી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તમારે ત્યાં પણ શું નિયમ છે ? જેની દૃષ્ટિ ચોખ્ખી ન હોય તે વાહન હંકારવા બેસે ખરો ? તેમ અહીં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146