________________
આર્તધ્યાનની ખોટી ચિંતા ક્યા વગર હિતનો વિચાર કરો તો મન સુધર્યા વગર નહિ રહે.
આચાર્યભગવન્ત ફરમાવે છે કે માત્ર કાયાના દોષોના કારણે જ સાધના દૂષિત થાય છે એવું નથી, મનસંબંધી દોષો પણ સાધનાને ખંડિત કરે છે. ચિત્તના દોષો પણ ભંગસ્વરૂપ હોવાથી જ આપણે ક્રિયાશુદ્ધિ માટે ચિત્તના આઠ દોષોનું સ્વરૂપ આ બે-ચાર દિવસમાં સમજી લેવું છે. ચિત્તના દોષો ટાળ્યા વગર કિયા પરિપૂર્ણ બનતી નથી. આજે મોટા ભાગના ધર્માત્માઓ ક્રિયાઓ થઈ ગયાનો સંતોષ માને છે, પણ તેમને ક્ષિામાં ઉપયોગ ન જળવાયાનું દુ:ખ નથી. તેથી તેમની શુદ્ધ ગણાતી ક્રિયાઓ પણ પરિપૂર્ણ બનતી નથી. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે કે અત્યન્ત શુદ્ધ ક્રિયા પણ ઉપયોગ વગરની હોય તો તે અપ્રધાન(તુચ્છ) દ્રવ્યક્યિા છે. અર્થની અનુપ્રેક્ષા વગર દિયા દ્રવ્યક્રિયા બને છે અને અર્થનું અનુસંધાન ઉપયોગ હોય તો જ રહે છે. ક્ષિામાં ઉપયોગ રાખવાનો પરિણામ હોય તો દ્રવ્યક્યિા ભાવનું કારણ બને. બાહ્યપરિણતિમાંથી મનને ખસેડી આ પવિત્ર ક્રિયાઓમાં જોડવાનો પુરુષાર્થ કરવામાં ન આવે તો આપણી ક્રિયાઓ ભાવનું કારણ શી રીતે બને ? ઉપયોગ વગરની ક્રિયાઓ પરમપદે નહિ પહોંચાડે. ભગવાનના શાસનની આ ક્રિયાઓ તો સંસારમાંથી તારનારી છે. એ તારનારી ક્લિાઓ પણ ઉપયોગ વગર કરીશું તો ડુબાવનારી બન્યા વગર નહિ રહે. સંસારની ખાવાપીવાની પહેરવા-ઓઢવાની ક્યિા પણ ઉપયોગ વગર કરીએ તો પરિણામ સારું નથી આવતું, તો આ ધર્મની ઉત્તમક્રિયાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org