________________
સ0 ઘરેડ મુજબ ધર્મ કરીએ તો તેનું કંઈક તો ફળ મળે ને ?
ઘાંચીના બળદને શું ફળ મળે ? માત્ર કાયક્લેશ જ ને ? એ રીતે ઘરેડ મુજબના ધર્મનું માત્ર કાયક્લેશ જ ફળ મળે. બહુ બહુ તો ચાર માણસ તમને ધર્મી કહેશે, પણ એનાથી ધર્મી થવાશે નહિ. ધર્મી થવું હશે તો ઘરેડ મુજબ ધર્મ કર્યું નહિ ચાલે. સંસારનું લક્ષ્ય ફેરવવું પડશે, સાધુપણાનું-મોક્ષનું લક્ષ્ય કેળવવું પડશે. ધંધો ઘરેડ મુજબ કરો છો કે પૈસા મેળવવાનું લક્ષ્ય હોય જ છે ? દુનિયામાં દરેક ઠેકાણે લક્ષ્યવેધી પ્રવૃત્તિ કરનારા તમને અહીં ધર્મમાં જ લક્ષ્ય વગરની ક્રિયાઓ કરવાની ટેવ ફક્યાંથી પડી ગઈ છે ? “સંસારનો ઉચ્છેદ કરવો નથી તો ધર્મ શા માટે કરો છો ?' આવું કો'ક દિવસ તો આત્માને પૂછો ! વરસોથી ધર્મ કરનારા તમને કોઈ પૂછે કે ધર્મ શા માટે કરો છો, તો શું કહો ? સંસારના ઉચ્છેદ માટે કરું છું, એમ કહો ?
સ) ધર્મ તો એના માટે જ કરીએ છીએ ને ?
આ અવાજ બોદો કેમ નીકળે છે ? તમે ગમે તેટલું બોલો, તમારા હૈયામાં એ પરિણામ નહિ હોય તો અવાજ બોદો જ નીકળવાનો. અમે ગમે તેટલો ઉપદેશ આપીએ પણ જ્યાં સુધી તમારું હૈયું ન બદલાય ત્યાં સુધી પરિણામ આવું જ આવવાનું.
સસંસારના ઉચ્છેદની ભાવના તો હોય પણ સાધુપણું કઠિન લાગે તો શું કરવું ?
સંસારના ઉચ્છેદની ભાવના જાગ્યા પછી સાધુપણું કઠિન ન લાગે, સંસાર કઠિન લાગે. શાસ્ત્રકારો ફરમાવે છે કે સંસાર છોડવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org