________________
વખતે બાળકને ત્યાં પગ મૂકવા ન દે અને પૂજા કરવા માટે બાળકને લઈને આવે. એવા વખતે તમારું ચિત્ત પૂજામાં રહે કે છોકરામાં જાય ?
સ૦ સંસ્કાર પાડવા માટે તો લઈ જવા પડે ને ?
સંસ્કાર આપવા માટે લઈ જવાના, પણ આપણી કિયા બગાડીને નહિ. આપણી પૂજા થઈ જાય પછી, છોકરા માટે જુદો સમય ફાળવીને સંસ્કાર પાડવા લઈ જવાના. પહેલાં સંસ્કાર પોતે ઝીલવાના પછી છોકરાને પાડવાના. તમે પોતે જ અવિધિ કરો તો છોકરાને પણ અવિધિના સંસ્કાર પડે ને ? તમે ચૈત્યવંદન કરતાં કરતાં સાથિયો કરો તો છોકરોય એવું જ શીખે ને ? સરકાર માત્ર ક્યિા કરવાના નથી આપવાના, વિધિ કેવી રીતે સચવાય અને આશાતનાથી કેમ બચાય એનાય સંસ્કાર આપવાના. સંસ્કાર આપવાની ઉતાવળ નથી કરવી, આઠ વરસ સુધી તેની યોગ્યતા ખીલે ત્યાં સુધી રાહ જોવી. યોગ્યતા ન આવે ત્યાં સુધી યોગ્યતા ખીલવવા ઘરમાં બધો જ અભ્યાસ કરાવવાનો અને શિખામણ આપીને તૈયાર કરવાના, જેથી આશાતનાથી બચાય અને વિધિબહુમાનપૂર્વક ક્રિયા કરવાના સંસ્કાર પડે.
સ૦ કરતાં કરતાં આવડે ને ?
કરતાં કરતાં આવડે ય ખરું અને બગડે ય ખરું. ખરો આધાર આશય ઉપર છે. જેને કરવું હોય તેને કરતાં કરતાં આવડે, જેને કરવું જ ન હોય તે તો કરતાં કરતાં બગાડે. કરતાં કરતાં વિધિ ય આવડે અને અવિધિ ય આવડે. ષિાનો અભ્યાસ પાડતાં પાડતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org