________________
જે ક્ષેત્રમાં જેને આગળ વધવું હોય, સિદ્ધિનાં શિખરો સર કરવા હોય તેને પુરુષાર્થ બેવડો કર્યા વગર નહિ ચાલે. દુ:ખ વેઠવાનો અભ્યાસ ન પાડે તેને કષાયની જરૂર પડે અને કષાયને આધીન બને એટલે ક્રિયામાં કંટાળો આવવાનો જ. ઉત્થાનદોષ વખતે ચિત્તની સ્થિરતા જળવાઈ હોય તોય પ્રસન્નતા નથી રહેતી. પ્રશાન્તવાહિતા નાશ પામે એટલે મનની પ્રસન્નતા ક્યાંથી રહે ? કષાયને શાંત કરવા માટે ધર્મસ્થાનમાં આવવાનું હતું એના બદલે અહીં આવીને પણ કષાય ઊભા કરે તો દોષોનો ઢગલો જ થાય ને ? પછી તે સાધુસાધ્વી હોય કે શ્રાવક-શ્રાવિકા હોય; જે સાવધ ન રહે તે, નિમિત્ત ઊભા કરીને કે નહિ-જેવા નિમિત્તમાં કષાયને આધીન બને તો ઉત્થાનદોષ કેવી રીતે જીતી શકે ? સાધુસાધ્વી કોઈ વાર માંડલીમાં બેઠાં બેઠાં ક્રિયા કરતા હોય અને ગુરુભગવંત તેમને ઊભા કરે તો કષાય આવે ને ? ‘કેમ બેઠા છો ? કંઈ કારણ છે ?’ એવું પૂછે તો માન આપ્યું એમ લાગે અને “કેમ ઊભા થતા નથી ?' એમ કહે તો અપમાન લાગે ને ? એવા વખતે ગુસ્સામાં માંડલીમાંથી ઊભા થઈને જતા રહે તો ઉત્થાનદોષ નડે જ ને ? એવા વખતે એમ વિચાર કરે કે ‘ગુરુભગવંતને કયો સ્વાર્થ છે ? એ મારું ખરાબ દેખાડવા નથી કહેતા. મને સારો બનાવવા કહે છે..' તો ગુસ્સો શાંત થઈ જાય ને ? તમારા જેવા પણ પ્રતિક્રમણ કરવા માટે રોજ જે જગ્યાએ બેસતા હોય એ જગ્યાએ કોઈ બીજો આવીને બેસે તો ગુસ્સો આવે ને ? એવા વખતે ઝઘડો કરવા ય બેસે અને છેવટે ઉપાશ્રય છોડવા પણ તૈયાર થાય ને ? શાક
૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org