Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 91
________________ વેચવાવાળી ગમે તેટલો ઝઘડો થાય તોય માર્કેટ છોડીને ન જાય, કેમ ? એને ધંધો કરવો છે. તેમ તમારે ધર્મ કરવો હોય તો સાધર્મિકના બે અક્ષર પણ ન ખમી શકો ? ધર્મ કરવો હોય તો માથું ઠેકાણે રાખીને જીવવું પડશે. વાતવાતમાં માથું જાય તો, આ દોષો પાયમાલ કરી નાખશે. માટે ચેતી જાઓ તો સારું. કષાય બીજા ઉપર કરીએ, પણ કર્મ તો આપણને જ બંધાય છે. નાના માછલાને મોટું માછલું જડે, છતાં તે સમુદ્રને છોડતું નથી તેમ અહીં પણ ‘અપમાન સહન કરીને પણ માન કાઢવા માટે જ આવ્યો છું, નિર્જરા કરવા જ આવ્યો છું...' આ રીતે મન કેળવે તો ગૃહસ્થપણામાંથી જ નિર્જરા કરવાની યોગ્યતા પ્રગટે. સાધુસાધ્વી ભગવંતો પણ શીખી લે કે-કષાય ઊભો થાય ત્યારે આપણે બેસી જવું; ઊભા થઈને બગલમાં ઓઘો ઘાલીને ખુલાસો કરવા ન જવું, હાથમાં પુસ્તક લઈને ગોખવા બેસવું અથવા મૌન ધારણ કરી કામ કરવું-તો આજે ઉત્થાનને પહોંચી વળાય. અમને આચાર્યભગવતે કહ્યું હતું કે ગુસ્સો આવે તો શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની દસ ગાથા ઉચ્ચારપૂર્વક બોલવી. તમને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ન આવડે તો શ્રી દશવૈકાલિક સૂત્રની ગાથા બોલો તોય ચાલે, એય ન કર્યું હોય તો છેવટે શ્રી ભરફેસરની સઝાય આવડે ને ? તેનો સ્વાધ્યાય કરી જવો. મહાપુરુષોનાં ચરિત્રમાં જ નહિ, તેઓશ્રીનાં પુણ્યનામમાં પણ એ તાકાત છે કે આપણા સંક્ષિણ પરિણામને શાંત કરે. ક્રોધાદિ ક્ષાયને કાઢવા હોય તો તેનું એક કાર્ય થવા નથી દેવું. એક વખત પણ ગુસ્સો આવે તો કડકમાં કડક સજા આપણે જાતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146