________________
ભોગવી લેવી છે. માત્ર ક્રોધ માટે જ નહિ, માન-માયા-લોભ માટે પણ આ જ રીતે કરવું. ક્ષાયનો ઉદય થયા પછી તેનું કાર્ય ન થવા દઈએ એટલે ઉત્થાન ચાલવા માંડે.
ઉત્થાનદોષ સર્વવિરતિધર્મમાંથી છેક નિગોદ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ચૌદપૂર્વી અપ્રમત્તપણે ચૌદપૂર્વ ભણ્યા પછી પણ કષાયાદિ પ્રમાદને આધીન બન્યા તો નિગોદમાં ગયા. એક વાર લયોપશમભાવ પ્રાપ્ત કર્યા પછી તેને ટકાવવાના બદલે વધારવા માટે મહેનત કરે તો ક્ષાયિકભાવ સુધી પહોંચાય. કષાય મંદ પડ્યા પછી પણ એવા માંદા પાડવા મહેનત કરવી છે કે જેથી ક્યાંય આડા ન આવે. કષાય મંદ છે એમ માનીને તેની ઉપેક્ષા ન કરવી, ગમે ત્યારે તીવ્ર થશે એમ માની સાવધ રહેવું. કષાય, અગ્નિ, રોગ અને દેવું : આ ચારેને મંદ માનીને તેની ઉપેક્ષા કરનારો પાછળથી પસ્તાયા વગર ન રહે. કારણ કે ઉપેક્ષા જ આ બધાને તીવ્ર બનાવે છે. અગ્નિને મંદ માની ઉપેક્ષા કરો તો ભડકો થઈને બાળે ને ? રોગને મંદ માની ઉપેક્ષા કરો તો વકરીને કાલે ઊઠીને પ્રાણનાશ પણ કરે ને ? અને દેવાને મંદ માની ઉપેક્ષા કરીએ તો બેવડાઈ જાય ને ? દોષોની ઉપેક્ષા એ વસ્તુતઃ આપણા હિતની ઉપેક્ષા છે. ક્રિયાના આ દોષો ટાળવા માટે તમારે અને અમારે સાવધ થવાની જરૂર છે. ક્યિા ન કરવાના કારણે જેમ ફળ નથી મળતું તેમ ક્રિયા કરવા છતાં ઉત્થાનના યોગે ક્રિયાનું ફળ નથી મળતું-તે સાતમી ગાથાથી જણાવે છે
उत्थाने निर्वेदात् करणमकरणोदयं सदैवास्य । अत्याग-त्यागोचितमेतत्तु स्वसमयेऽपि मतम् ॥७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org