________________
છે. માટે આજ્ઞા ઓછી પળાશે તો નભાવાશે, પણ આજ્ઞાનો અનાદર તો કોઈ સંયોગોમાં ન નભાવાય. અહીં શાસ્ત્રકારોએ જે ત્યાગની વાત કરી છે એ સર્વવિરતિધર્મના ત્યાગની વાત લાગતી હોવા છતાં વસ્તુતઃ સર્વવિરતિધર્મ ઉપરના નિર્વેદના-અનાદરના ત્યાગની વાત છે. સર્વવિરતિ પ્રત્યેના અનાદરને ટાળવા સર્વવિરતિ ધર્મનો ત્યાગ કર્યો હોવા છતાં પરિણામે એ સર્વવિરતિ પામવાનો જ ઉપાય છે. નિર્વેદથી-અનાદરપૂર્વક સર્વવિરતિધર્મ પાળવાના કારણે ચારિત્રમોહનીયકર્મ બંધાવાથી સર્વવિરતિ દુર્લભ બને છે.
જ્યારે ચારિત્રમોહનીયકર્મના બંધથી બચવા સર્વવિરતિધર્મ પ્રત્યેના નિર્વેદને ટાળવા માટે ગત્યન્તરાભાવે સર્વવિરતિધર્મનો ત્યાગ કરી, સર્વવિરતિધર્મ પ્રત્યેના બહુમાનપૂર્વક જેઓ દેશવિરતિધર્મ સ્વીકારે છે તેઓ ભવિષ્યમાં ક્રમે કરીને સર્વવિરતિધર્મ પામે છે.
સવ નુકસાન થાય તો ધંધો થોડો બંધ કરી દેવાય ?
નુકસાન થાય તો કમાવાનું બંધ ન કરાય, પરંતુ ધંધો બંધ કરીને નોકરી કરવી પડે, ને કાળી મજૂરી ય કરવી પડે. ત્યાં ધંધો છોડવાનો ઈરાદો છે કે નુકસાન ટાળવાની અને નોકરી કરીને ય પૈસા કમાવાની ભાવના છે ? તેમ અહીં પણ દીક્ષા છોડવાનો ઈરાદો નથી, દોષ ટાળવાની અને પરિણામ ટકાવવાની ભાવના છે. ગ્રંથકારશ્રીએ અહીં બીજી પણ એક સ્પષ્ટતા કરતાં ફરમાવ્યું છે કે સાધુપણાના આચારમાં શિથિલતા આવ્યા પછી પણ જેઓને સાધુવેષ પ્રત્યે-સાધુપણા પ્રત્યે-અત્યંત રાગ છે અને શુદ્ધ પ્રરૂપણાગુણથી જેઓ સુંદર કોટિની નિર્જરા સાધવાનું સામર્થ્ય
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org