________________
૩. ક્ષેપ - - અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે ખેદના કારણે ક્રિયામાં થાક લાગવાથી સાધક, ષિાને પડતી મૂકે છે અને ઉગના કારણે કંટાળો આવતો હોવાથી, ક્રિયા ચાલુ હોવા છતાં અવિધિપૂર્વક ક્રિયા પૂરી કરવાની તાલાવેલી જાગે છે. હવે ક્રિયામાં થાક પણ ન લાગે, કંટાળો પણ ન આવતો હોય પરંતુ અસ્થિરતાના કારણે વચ્ચે વચ્ચે બીજા કાર્યોમાં મન જાય તેને ક્ષેપ કહેવાય છે. પૂજા કરતી વખતે ચૈત્યવંદનમાં ચિત્ત જાય અને ચૈત્યવંદન કરતી વખતે વાતોમાં ચિત્ત જાય, સામાયિક કરતી વખતે ઘરનાં કામોમાં ચિત્ત જાય અને પ્રતિક્રમણ કરતી વખતે ભાવનામાં ચિત્ત જાય...આ બધો ક્ષેપ દોષનો પ્રભાવ છે. શરૂ કરેલ કાર્યનું ફળ શેપના કારણે વિલંબમાં મુકાય છે. ચિત્ત બીજે જવાના કારણે ચાલુ ક્રિયા અપૂર્ણ રહે અને તેથી ફળમાં વિલંબ પડે. અવિલંબે શરૂ કરેલી પ્રવૃત્તિનું પણ ફળ ક્ષેપના કારણે વિલંબે મળે છે. ક્ષેપદોષનું ફળ દ્વારા વર્ણન કરતાં અર્થાત્ તેની અનર્થકારિતા જણાવવા માટે છઠ્ઠી ગાથામાં ફરમાવ્યું છે કે
क्षेपेऽपि चाप्रबन्धादिष्टफलसमृद्धये न जात्वेतत् । नासकृदुत्पाटनतः शालिरपि फलावहः पुंसः ॥६॥
ક્ષેપના કારણે ચિત્ત વચ્ચે વચ્ચે બીજા કાર્યમાં જવાના કારણે ચિત્તનો પ્રબંધ- ચિત્તનું જોડાણ- ક્રિયામાં ન હોવાથી ક્રિયાનું સાતત્ય રહેતું નથી. ફળની પ્રાપ્તિ માટે ચિત્તની સ્થિરતા-ચિત્તની એકાગ્રતા-એ પ્રધાન અંગ છે. ક્ષેપના કારણે ચિત્ત શિથિલ-અસ્થિરમૂળિયાવાળું બનવાથી ડામાડોળ થાય છે. ચિત્ત જ સ્થિર ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org