________________
જોઈને તેમના પરિણામની ધારા અટકી ન પડે તે માટે બધો આહાર વહોરી લીધો. ગુણસાર શ્રેષ્ઠી આ રીતે સુપાત્રદાન આપવાના કારણે રોમાંચિત દેહવાળા થઈને ચિંતવે છે કે ‘આજે મને લોકોત્તર લાભની પ્રાપ્તિ થઈ. આજે મારું દ્રવ્યભાવદારિદ્રય ટળી ગયું.' મિથ્યાત્વ ગયું એટલે ભાવદારિદ્રય ગયું અને એના યોગે દ્રવ્યદારિદ્રય દારિદ્ર્યરૂપ ન લાગે માટે દ્રવ્યદરિદ્રતા પણ ગઈ. તમને દાન આપ્યા પછી આવો ભાવ જાગ્યો છે ? આવી વિચારણા પણ આવે ખરી ? જેના હૈયામાં ધર્મ પરિણામ પામ્યો હોય તેને આવી વિચારણા આવે. આ રીતે અપૂર્વ ઉલ્લાસથી મુનિભગવંતને પડિલાભીને સુંદર પરિણામમાં રમતા ગુણસારશ્રેષ્ઠીએ ત્યાં બીજા ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું અને સસરાને ઘેર ગયા. નસીબજોગે ત્યાંથી પણ એક જ રાતમાં ખાલી હાથે પાછા ફર્યા. વળતાં આ મુનિદાનની ભૂમિ પાસે આવ્યા ત્યારે પોતાના સુંદર પરિણામ યાદ આવ્યા, મન અત્યંત પ્રસન્ન થયું, બે ઘડી ત્યાં બેઠા. ત્યાંથી જતી વખતે તે ભૂમિ પરના ઘાટીલા પથ્થર ભેગા કર્યા. ‘વ્યાપારીઓને વજન માટે કામ લાગશે તો વેચીને બે પૈસા ઉપજાવીશ, નહિ તો મુનિદાનની સ્મૃતિ તરીકે રાખી મૂકીશ...’ એમ વિચારીને પથ્થરનું પોટલું બાંધીને, માથે મૂકીને ઘર તરફ ચાલવા માંડ્યા. આ રીતે વ્યાપારીને પથરા ય કામ લાગે... એટલા પૂરતી આપણી વાત હતી. એમના પથ્થરો પાછળથી મુનિદાનના પ્રભાવે રત્નો થઈ ગયાં-એની ના નથી. પરંતુ શાસ્ત્રકારોએ એ ચરિત્રગ્રંથમાં નોંધ્યું છે કે એ મુનિદાનના પ્રભાવે તેમણે સમ્યક્ત્વની નિર્મળતા એવી સાધી કે જેના યોગે એક જ ભવના આંતરે તેમનો
Jain Education International
૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org