________________
રાગાદિની આધીનતા થવાથી ચિત્તમાં અપ્રશાન્તવાહિતા આવે છે. ક્ષેપ ટાળ્યા પછી એકાગ્રતા આવે. ચિત્ત સ્થિર કરીએ એટલે કષ્ટ પડવા માંડે. કષ્ટ પડે એટલે દબાવેલા કષાયો-લોભ, માન, માયા વગેરે પાછા જાગવા માંડે, તેને આધીન બનીએ એટલે ચિત્ત અપ્રશાન્ત બને. વહેતા પાણી નિર્મળ હોય છે, તેમાં જો મળ-ચરો જામી જાય તો પાણીનો ભરાવ થાય ને પાણી ગંધાવા માંડે. તેમ અહીં પણ વિષયકષાયના પરિણામને આધીન થવાથી તે જામી જાય અને તેથી પ્રશાન્તવાહિતા અટકી પડે. વહેતા પાણીમાં કચરાનું ધોવાણ થાય છે તેમ પ્રશાન્તવાહિતામાં પણ અનાદિના કુસંસ્કારોનું અને કુવાસનાઓનું ધોવાણ થાય છે. આથી સાધકનું કર્તવ્ય છે કે પ્રશાન્તવાહિતાને અટકાવવી નહિ. દુખ પ્રત્યે દ્વેષ નહિ અને સુખ પ્રત્યે રાગ નહિ ; પ્રતિકૂળતાની ચિંતા નહિ અને અનુકૂળતાની ઈચ્છા નહિ તેનું નામ પ્રશાન્તવાહિતા. ઉત્થાનદોષ આ પ્રશાન્તવાહિ ચિત્તનો નાશ કરે છે. અનાદિકાળની અપ્રશાન્ત અવસ્થા તે ઉત્થાન નથી. એક વાર કષાયો શાન્ત થયા પછી પાછા કષાય ઊભા થાય તે ઉત્થાન. આ વસ્તુને જણાવવા માટે ગ્રંથકારશ્રીએ મદિરાના કારણે ભાન વગરના બનેલા ચિત્તવાળાની ઉપમા આપી છે. નિગોદના જીવોનું ચૈતન્ય તો અસ્પષ્ટ જ હોય છે
જ્યારે સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત અવસ્થાને પામેલાનું ચૈતન્ય સ્પષ્ટતર હોવા છતાં મદિરાપાનના કારણે તેમનું ચૈતન્ય હણાય છે, તેથી ભાન વગરનો થઈને પ્રવૃત્તિ કરે છે, તેના જેવો આ ઉત્થાનદોષ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયની આસક્તિના કારણે સાન ગુમાવે, ભાન
૮૪
Jain Education International
For Private & Personal Use Only
· www.jainelibrary.org