________________
અવિધિનો અભ્યાસ ન પડી જાય તે માટે તમારે જાતે ય સુધરવું પડશે અને થોડો સમયનો ભોગ પણ આપવો પડશે. આ બધી લોકોત્તર માર્ગની ક્લિાઓ છે, આપણા આત્માનો નિસ્તાર કરનારી છે. આવા આદરબહુમાનપૂર્વક તમે પોતે ક્યિા કરો તો સામાને પણ એવા સંસ્કાર પડે. તમે અસ્થિરતાથી ડ્યિા કરો તો છોકરાને સ્થિરતા ક્યાંથી આવે ?
સ0 ચિત્તને ક્રિયામાં સ્થિર કેવી રીતે કરવું ?
ક્રિયાની ઉપાદેયતાનો અને તારકતાનો વિચાર કરવો. ક્રિયાની વિધિમાં અને અર્થમાં ઉપયોગ રાખવો. ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે એમ સમજીને એકાગ્રતાથી કાર્ય કરવું. કલાક પંચાવન મિનિટનો રાખવો, પાંચ મિનિટ ક્રિયાની તૈયારી માટે-ક્રિયાના પ્રણિધાન માટે આપી દેવી. ઉપાશ્રયમાં જતાં પહેલાં ઘરના લોકોને પૂછીને પછી જવું, કોઈ કામ બાકી હોય તો તે પતાવીને જવું. ઉપાશ્રયમાં જિનવાણીશ્રવણાદિ ક્રિયા કરતી વખતે પણ પોતાના આત્મા તરફ લક્ષ્ય આપવું, તે વખતે કુટુંબના કલ્યાણની ચિંતા કરવા ન બેસવું. વ્યાખ્યાનની કઈ વાત કોને લાગુ પડે છે-એ વિચારવાને બદલે પોતાને કઈ વાત લાગુ પડે છે-એ વિચાર્યા કરીએ તો ચિત્તમાં અસ્થિરતા આવવાનું ખાસ કોઈ કારણ નહિ રહે. ક્રિયા માટે જેટલી તૈયારી કરવી હોય તે પહેલાં જ કરી લેવાની, ચાલુ ક્ષિામાં કશું કરવા ન બેસવું. ક્રિયામાં એકાગ્રતા એવી કેળવવાની કે ક્રિયામાં ગમે તેટલો પરસેવો થાય તોય કપડું કે હાથ હલાવીને પંખો નાંખવાનું તેમ જ પરસેવો લૂછવાનું યાદ ન આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org