________________
સાધુપણું છે, સાધુપણું પાળવા માટે તો ભવોભવની સાધના જોઈશે..' આ પ્રમાણે બોલીને પોતાના દોષોનો બચાવ કરવાની વૃત્તિ સારી નથી. ભવનો અંત કરવા માટે આવેલા, ભવોભવની સાધનાની વાત કરવા બેસે તો તેવાને ભવોભવ રખડવા જવું પડવાનું. એના કરતાં આ એક ભવની સાધનામાં પણ મોક્ષ આપવાનું સામર્થ્ય છે-એમ કહીને સાધના કરવા માંડે તો, એક ભવના આંતરે પણ ભવનો અંત લાવી શકાય. ભવનો અંત લાવવો હશે તો ભવથી તારનારી યિાઓ પ્રત્યે અરુચિ જન્માવનાર ખેદોષને ઓળખીને એને વહેલી તકે દૂર કરવો પડશે. “અનુકૂળતા નથી, સમય નથી, સંયોગો નથી..' આ બધાં તો ખેદને છુપાવવાનાં બહાનાં છે. ખેદની કબૂલાત કરીએ તો હીન પરિણામવાળા લાગીએ, માટે કબૂલ કરવાની હિંમત નથી થતી. દોષો કાઢવા માટેનો અને ગુણો પ્રગટાવવા માટેનો બધો પુરુષાર્થ દોષો છૂપાવવામાં અને ગુણો બતાવવામાં જ પૂરો થઈ જાય છે, તો દોષોથી મુક્તિ કઈ રીતે મળે ? દોષોની સાચી કબૂલાત કરીએ તો કંઈક માર્ગ પણ નીકળે.
વર્તમાનમાં આ ખેદોષનું સામ્રાજ્ય એટલું વ્યાપક બનવા માંડ્યું છે કે સાધુપણામાં પણ એની અસર વર્તાવા માંડી છે. ગૃહસ્થપણાના સંસ્કારો લઈને સાધુપણામાં આવે, તો આવી પરિસ્થિતિ સર્જાયા વગર ન રહે. દીક્ષા લેતાંની સાથે અપ્રમત્તપણે જીવવાના બદલે, થાક લાગે અને ઊંઘ આવે એટલે ઝોકાં ખાવા માડે ! વરસોની ઈચ્છા પૂરી થયા પછી સાધક ઊઘવા તૈયાર થાય કે જાગતો રહે ? “આજે ઘણા વખતની સાધુ થવાની ઈચ્છા પૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org