________________
સ0 જેવો જોઈએ એવો આનંદ નથી આવતો.
‘ષિામાં આનંદ આવે છે' એવું બોલાય એમ નથી અને ‘નથી આવતો' એમ કહો તો સારું લાગે એવું નથી માટે મધ્યમ માર્ગ (જવાબ) શોધી કાઢ્યો લાગે છે! હૈયાના ભાવોને છુપાવવાના કારણે સારા નહિ થઈ જવાય. હૈયાના પરિણામોને સ્પષ્ટ રીતે ઓળખીને જવાબ આપો તો યોગ્ય ઉપાય જડી આવે. ક્રિયામાં આનંદ નથી આવતો તેનું કારણ વિચાર્યું ? ક્રિયાની વિધિ સાચવે તો આનંદ ન આવતો હોય તોય આવ્યા વગર ન રહે. પણ અવિધિથી જ ક્રિયા કર્યે રાખે તો ક્રિયામાં શું મજા આવે ? અને મજા ન આવે એટલે વેઠ જ ઊતરે ને ? પૂજા કરતી વખતે વસ્ત્ર, કેસર, પુષ્પ, ધૂપ, અક્ષત, ફળ, નૈવેદ્ય વગેરે કેવું વાપરો ? જેવું મળે એવું ને ? સામાયિક-પ્રતિક્રમણમાં કપડાં કેવાં હોય ? મેલાં, ગંધાતાં, ચોળાયેલાં ને ? લગ્નમાં જતી વખતે રૂમાલ પણ બદલીને જનારા પ્રતિક્રમણમાં મુહપત્તી તો મેલીને મેલી જ વાપરે ને ? દ્રવ્યમાં જ આટલી ઉપેક્ષા હોય તો ક્ષેત્રકાળભાવમાં પૂછવાનું જ શું? દ્રવ્યમાં ભલીવાર નહિ, ક્ષેત્રની દરકાર નહિ, કાળની સાચવણી નહિ ને ભાવનાં ઠેકાણાં નહિ. અનુષ્ઠાન કરવા છતાં અવિધિ કઈ રીતે કરી શકાય અને વિધિ કેવી રીતે ટાળી શકાય-એના ઉપાયમાં જ જાણે પ્રવૃત્ત હોય એવું લાગે-એ અનુષ્ઠાન પ્રત્યેના દ્વેષને જ સૂચવે છે.
સક્યિા કરવાની ચાલુ હોય છતાં દ્વેષ હોય-એવું કેમ બને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org