________________
કરવું પડ્યું' આવો ભાવ આવે ત્યાં ઉગ છે એમ સમજી લેવું. “કરવું છે? આ પરિણામ હોય તો સમજવું કે ઉગ નથી. આપણી પોતાની ઈચ્છાથી શરૂ કરેલી જ્યિામાં ઉગ પેસી જતો હોય તો તેવા વખતે વેઠ ઉતારવાના બદલે વહેલામાં વહેલી તકે ઉગને કાઢવાના પ્રયત્નમાં લાગી જવું. ઉગના કારણે નાછૂટકે કરેલી ક્રિયાઓનું ફળ તો મળતું નથી અને ઊલટું એનાથી ધર્મની સામગ્રી પણ દુર્લભ બને છે તે પાંચમી ગાથાથી જણાવે છે
उद्वेगे विद्वेषाद्विष्टिसमं करणमस्य पापेन । योगिकुलजन्मबाधकमलमेतत्तद्विदामिष्टम् ॥५॥
ઉગ નામનો દોષ હોય ત્યારે કિયા પ્રત્યેના વિદ્વેષના કારણે યોગની પ્રવૃત્તિ વેઠ ઉતારવા જેવી થાય છે. આ રીતે અનાદરપૂર્વક કરેલી ક્રિયાથી બંધાયેલા પાપના યોગે યોગીઓના કુળમાં થનારા જન્મનો અત્યંત બાધ થાય છે. એ પ્રમાણે યોગના જાણકારો માને છે.
રાજાનું કામ કરવાની ઈચ્છા ન હોવા છતાં રાજાની આજ્ઞાથી કામ કરવું પડે તો તે વખતે જેમ વેઠ ઉતારાય છે તેમ અહીં પણ મન વગર ક્રિયાઓ કરવાથી વેઠ ઊતરે છે. ઉગના કારણે અનુષ્ઠાન પ્રત્યે દ્વેષ જાગે છે, આ રીતે દ્વેષપૂર્વક અનુષ્ઠાન કરવાથી અનુષ્ઠાનની ઘોર આશાતના કરવાનું પાપ બંધાય છે અને તેથી એ અનુષ્ઠાન કરવાની અનુકૂળતા જે કુળમાં મળી શકે એવા યોગીઓના કુળમાં જન્મ જ મળતો નથી. તમે ધર્મક્રિયાઓ ઘણાં વરસોથી કરો છો ને ? તેમાં વેઠ જ ઉતારો છો કે એમાં આનંદ આવે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org