________________
એવો નહિ હોય કે જે સુખ છોડ્યા વગર અને દુઃખ વેઠ્યા વગર આરાધી શકાય. સારા માણસોના સંસર્ગમાં રહેવાથી દુષ્ટતા નાશ પામે છે તેમ સંસારમાંથી તારનારી આ યોગમાર્ગની ક્રિયાઓના પરિચયમાં રહેવાથી સંસારની આસતિ નાશ પામે છે. આથી જ આપણે આ યોગમાર્ગની ક્રિયાઓમાં અવરોધ કરનારા દોષોનું વર્ણન શરૂ કર્યું છે.
આપણે જોઈ ગયા કે ખેતી માટે પાણીની જેટલી જરૂર છે તેટલી યિામાં દૃઢતાની જરૂર છે. ખેદના કારણે દૃઢતા નાશ પામે છે. એ દૃઢતાની રક્ષા માટે ખેદોષ ટાળવો જરૂરી છે. જે ક્રિયા શરૂ કરી હોય તે ક્રિયાની પરિસમાપ્તિ સુધીની જે સ્થિરતા તેને દૃઢતા કહેવાય છે. સંસારના લગભગ દરેક કાર્યમાં આવી દઢતા જોવા મળે. સ્ટેશનેથી સામાન ઘર સુધી પહોંચાડો તો વારાફરથી હાથ બદલતા રહીને પણ જાઓ ને ? છેવટે સામાનની બેગને પૈડાં લગાડીને પણ ખેદ ટાળો ને ? સંસારની ક્રિયાઓમાં થાક લાગવા છતાં પ્રવૃત્તિ બંધ કરવાના બદલે ખેદ ટાળીને ફળ ન મળે ત્યાં સુધી પ્રવૃત્તિ કરનારા અહીં ધર્મક્રિયાઓમાં ખેદના કારણે પ્રવૃત્તિ ટાળીને બેસી જાય તો ફળની પ્રાપ્તિ ક્યાંથી થાય ? ધર્મક્રિયાઓનું અંતિમ ફળ મોક્ષ છે, એ ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી, અવાન્તર ફળની પ્રાપ્તિ થવા છતાં ક્રિયાની પરિસમાપ્તિ ગણાતી નથી. ઊભરો આવવા પહેલાં દૂધની તપેલી ચૂલા ઉપરથી ઉતારી દેવામાં આવે તો દૂધ ગરમ કરવાની ક્રિયા પૂરી થઈ કહેવાય કે અધૂરી રહી કહેવાય? ક્રિયાનો આરંભ કર્યા પછી એ ક્રિયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org