________________
વાત પોતાના આત્માને મનાવી તો આત્માને પરમાત્મા બનાવી બેસી ગયા. મહાપુરુષો જેવું જીવન જીવવા માટે તો હૈયું ફેરવવું પડશે, પરન્તુ મહાપુરુષોને ઓળખવા માટેય સૌથી પહેલાં દ્રષ્ટિ ફેરવવી પડશે. મહાપુરુષોનું ભોગમય જણાતું જીવન પણ ત્યાગની ભાવનાથી નીતરતું હોય છે, જ્યારે આપણા ત્યાગમય દેખાતા જીવનમાં પણ ભોગની વૃત્તિ ડોકિયું કરતી હોય છે-આટલું અંતર જો સમજાઈ જાય તો મહાપુરુષોના વાદ લેવાના બદલે તેમની વાત સમજીને આપણા જીવનને સુધારી શકીએ.
સંસાર દાવાનળજેવો છે એ જૈનશાસનની પાયાની વાત છે. સંસાર દાવાનળજેવો છે એટલે સંસારનું સુખ દાવાનળજેવું છે અને સંસારના સુખની આસક્તિ એ દાવાનળનો દાહ છે. દાવાનળમાં રહે અને દાહ ન લાગે એવું બને ? દાંથી બચવા માટે દાવાનળથી દૂર રહેવું પડે છે તેમ સંસારના સુખની આસક્તિથી બચવા માટે સંસારના સુખથી દૂર રહેવું જ પડશે. આથી જ ભગવાને સંસારના સુખનો ત્યાગ કરી સર્વવિરતિપણાનો ધર્મ કરવાનું ફરમાવ્યું છે. સંસારનાં સુખોની વચ્ચે રહીને પણ સુખની આસક્તિ મારી શકાતી હોત તો ભગવાને સંસારનો ત્યાગ કરી સાધુપણું લેવાનો ઉપદેશ ન આપ્યો હોત. દુર્જનના પરિચયમાં રહેવાથી દુર્જનતા વધે છે તેમ સંસારનાં સુખોની વચ્ચે રહેવાથી સુખની આસતિ વધે છે. આ આસક્તિ મારવાનો એક જ ઉપાય છે કે સુખશીલતા છોડીને કણકારી સાધનામાં લાગી જવું. ભગવાને બતાવેલો સર્વવિરતિપણાથી માંડીને માર્ગાનુસારિતા સુધીનો એક પણ ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org