________________
અનંતા આત્માઓએ ખેડેલો આ માર્ગ છે. આપણે ગભરાવાની જરૂર નથી. અત્યારે સમજણ પણ મળી છે, શક્તિ પણ મળી છે અને સંયોગો પણ મળ્યા છે તેનો ઉપયોગ સંસાર છોડવા અને સાધુપણાનાં કષ્ટો વેઠવા માટે કરી લેવો છે. આ પાંચમા આરામાં ચક્રવર્તીનું સુખ ન મળે, પણ ઘાણીમાં પિલાવું પડે એવું દુઃખ તો અત્યારે પણ આવે એવું છે. આ અવસર્પિણીકાળમાં સુખનો હાસ થાય છે, દુઃખનો નહિ. દુઃખ પાપના યોગે આવે છે, પાપ નહિ જાય ત્યાં સુધી દુઃખ નહિ ટળે. દુઃખ કેટલું આવ્યું છે એ જોવા કરતાં પાપ કેટલું કર્યું છે એ જોવું છે. સહનશક્તિ કેટલી છે એ જોવા કરતાં કેટલું સહન કરવાનું છે એ જોવું છે. સહનશીલતાની સામે જોયા વિના દુઃખને અનુરૂપ સહનશીલતા કેળવીને જેટલું આવે એટલું વેઠી જ લેવું છે : આવો પરિણામ આવે તો આજે ચારિત્ર આવ્યા વગર ન રહે.
સ0 દુઃખ નિકાચિત હોય તો ટાળી ન શકીએ પણ માત્રા ઓછી કરવા તો પ્રયત્ન કરીએ ને ?
જે દુઃખને ટાળીને દુઃખની માત્રા ઓછી કરવા મહેનત કરે તેની માત્રા ન ઘટે. દુઃખ દુઃખરૂપ ન લાગે તો માત્રા ઓછી થાય, દુઃખ મજેથી વેઠીએ તો દુઃખ ઓછું લાગે. જેલમાં રહેલા ગુનેગારો પણ સારું વર્તન બતાવે છે તો તેમની સજા ઓછી કરવામાં આવે છે એમ તમે પણ જો સારું વર્તન કરો, દુઃખ મજેથી ભોગવી લો, નવું દુઃખ ઊભું ન કરો તો કર્મસત્તા માત્રા ઓછી કરી આપશે. જેઓ દુઃખનો પ્રતીકાર કરવા માટે પ્રયત્ન ક્ય કરશે તેનું દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org