________________
આ શાસને પહોંચાડ્યું, તે કેવી આરાધના તેઓશ્રીએ કરી હશે?
સત્ર પૂર્વભવની સાધના પણ કામ કરે ને ?
એમ કહીને છટકી નથી જવું. આપણી પાસે પૂર્વભવની સાધના નથી એવું લાગતું હોય તો આ ભવમાં સાધના કરવા માંડો. સાધના કરવા માટે સુખથી દૂર રહેવું છે, ઘરથી દૂર રહેવું છે. વિષયોનો ત્યાગ કરીએ તો વિષયોનો રાગ છૂટે. વિષયો સામે જોયા કરે તો રાગ થયા વગર ન રહે. ચોવીસ કલાક વિષયોની વચ્ચે રહો તો વૈરાગ્ય ક્યાંથી મળે ? વિષયોથી દૂર રહીએ તો વૈરાગ્ય મળે. ઘર છોડવું નથી, પરિવાર છોડવો નથી ને વૈરાગ્ય જોઈએ છે-ક્યાંથી મળે ? શ્રી યોગશત ગ્રંથમાં જણાવ્યું છે કે ઈષ્ટથી દૂર રહે તો ઈષ્ટ ઉપરનો રાગ મરે અને અનિષ્ટની સાથે રહીએ તો અનિષ્ટ ઉપરનો દ્વેષ ટળે. જેને આયંબિલનું ભાવતું ન હતું તેવાઓ પણ આયંબિલ કરવા લાગ્યા તો તેની અરુચિ દૂર થઈ ગઈ ને ? એ જ રીતે દૂધપાકથી કાયમ માટે દૂર રહ્યા હોત તો એનો રાગ પણ દૂર થઈ જાત. પણ આયંબિલના પારણે દૂધપાક વાપરવા તૈયાર થઈ જાય તો આયંબિલ કરવા છતાં દૂધપાકનો રાગ ન મરે.
જેઓને ધર્મસાધના કરી પરમપદે પહોંચવું છે તેઓ માટે આ નિરૂપણ છે. જેને સંસારમાં રહેવું છે એના માટે કોઈ ઉપદેશ નથી. સંસારના સુખ પ્રત્યે વૈરાગ્ય જાગ્યા વગર સાધનાનો સંકલ્પ મજબૂત નહિ થાય અને સુખનો વેરાગ્ય પેદા કરવા માટે સુખ આપનારા વિષયોથી દૂર રહેવું છે. સુખની ઈચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org