________________
કરવું ? બળવા દેવો ? બાળવયમાં જ નહિ યુવાનવયમાં પણ તમારો છોકરો પોતાને ગમે-એ છોકરી સાથે ફરતો હોય અને તમને બરાબર ન લાગે તો કેવાં પગલાં લો ? એવાં પગલાં તમારી જાત માટે લેવાં છે ? કે સંસાર દાવાનળસ્વરૂપ લાગે પછી જ નીકળવું છે ?
સ૦ અનુભવ થાય તો માનવાનું સરળ બને ને ? તમને તમારા અનુભવજ્ઞાન ઉપર વિશ્વાસ કે અનન્તજ્ઞાનીનાં વચનો પર ? તમે તમારા અનુભવજ્ઞાન પ્રમાણે ચાલો છો કે અનુભવીનાં વચન પ્રમાણે ? પોતાના અનુભવને બાજુએ મૂકી અનુભવીના જ્ઞાન ઉપર વિશ્વાસ મૂકી અનુભવીના વચન પ્રમાણે કામ કરીએ તો સિદ્ધિ મળે : આવો અનુભવ તમારા વ્યવહારમાં પણ તમે કર્યો છે ને ? ઈન્દ્રભૂતિને આત્માનો સંશય હતો, આત્મા દેખાતો નથી તો કેવી રીતે માનવો-એવી શંકા હતી, ત્યારે ભગવાને એમને પૂછ્યું હતું કે, ‘તું પોતે આત્માને દેખે તો માને કે બીજા આત્માને દેખતા હોય તોય માને ?' એમ મારે પણ તમને પૂછવું છે કે ‘તમે તમારા અનુભવથી માનો કે બીજાના અનુભવથી પણ માનો ?’ ઈન્દ્રભૂતિએ તો કહ્યું હતું કે ‘બીજા દેખે તો ય માનું...', તમારે શું કહેવું છે ? ઈન્દ્રભૂતિ તો મિથ્યાદૃષ્ટિ હતા, તમે તો ભગવાનના શાસનને પામેલા છો ને ? ઇન્દ્રભૂતિએ ભગવાનના વચનથી ‘આત્મા છે’ એમ માની લીધું ને ?
સ૦ આજે તો સંશોધન કરીને વનસ્પતિમાં જીવ છે એ સિદ્ધ કરી આપ્યું છે.
શ્રદ્ધા વગરના ભેગા થયા માટે સંશોધન કરવા નીકળ્યા છે.
Jain Education International
પર
For Private & Personal Use Only
www.jainelibrary.org