________________
મારે છે, પાણી ડુબાડે છે તે અનુભવસિદ્ધ હોવાથી તેનાથી દૂર રહેવાનો ઉપદેશ આપવો પડે છે આપણા અનુભવને બાજુએ મૂકીએ તો જ્ઞાની થવાય. શ્રી ગૌતમસ્વામી મહારાજે વેદોનું જ્ઞાન મેળવ્યું તોય આત્માનું જ્ઞાન ન થયું, ભગવાનનું કહ્યું માન્યું તો આત્મજ્ઞાન પણ થયું ને કેવળજ્ઞાન પણ થયું. આપણા અનુભવ કરતાં ભગવાનનું વચન મહાન છે એવું જે દિવસે લાગશે તે દિવસે સાધનાની યોગ્યતા આવશે. આપણું માથું ચલાવવાનું બંધ કરી ભગવાનનું વચન કાને સાંભળવાનું અને હૈયે ઉતારવાનું શરૂ કરવું છે.
અનુકૂળ વિષયોથી દૂર રહેવાની વાત પ્રાથમિક કક્ષાની છે, ઉચ્ચ કક્ષાની નથી. વિષયોનો સર્વથા ત્યાગ કરવાની આ વાત નથી. જ્યાં સુધી શરીર અને ઈન્દ્રિયો છે ત્યાં સુધી વિષયોનો સંપર્ક તો થવાનો. તેવા વખતે સલામત અંતરે રહીને સંપર્ક કરે તો ચિંતા નહિ. અગ્નિ બાળે છે, પરંતુ કોઈક વસ્તુના માધ્યમથી અગ્નિ પકડવામાં આવે તો એ બાળે નહિ ઊલટો સહાયક થાય. તેમ આ સંસારમાં રહેલા પાંચે ઈન્દ્રિયોના વિષયો ભગવાનની આજ્ઞાના માધ્યમથી સેવવામાં આવે તો, તે દાવાનળજેવા હોવા છતાં બાળે નહિ, ઊલટા સાધનામાં સહાયક બને. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુની આજ્ઞાથી એકાસણું કરે તો ય નુક્સાન નહિ અને ઈચ્છા મુજબ ઉપવાસ કરે તોય પાપ લાગે. આજ્ઞાથી દોષિત વાપરવું પડે તોય નિર્જરા અને ઈચ્છા મુજબ નિર્દોષ વાપરે તોય કર્મબંધ થાય. તમારે ત્યાં પણ એમ જ છે ને ? શેઠની આજ્ઞાથી ધંધો કરીએ ને નુકસાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org