Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 44
________________ ઉચ્છેદનો પરિણામ હોવા છતાં તે પરિણામ વગર કે તે પરિણામ લાવવાની ભાવના વગર અનેક પ્રકારનાં ધર્માનુષ્ઠાનો કર્યે રાખે, તેનું શું ફળ મળે ? સંસારને છોડવાની ઈચ્છા ન જાગે ત્યાં સુધી ધર્મ કરવાની ઉતાવળ નકામી છે. ધર્મની તાત્વિક ઈચ્છા વગરનાને ધર્મ આપવાના કારણે આજે ધર્મની વિટંબણા શરૂ થઈ છે. જેને ખાવાની ઈચ્છા ન હોય તેને ખાવા આપીએ તો તે ઊલટી જ કરે ને ? માટે સાચા ધર્મદેશકો ધર્મ કરાવવાની ઉતાવળ ન કરતાં ભવની નિર્ગુણતાનું ભાન કરાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. સંસારની સાધના અને મોક્ષની સાધના સાથે ન ચાલે. સંસારની ઈચ્છા મરે, પછી મોક્ષની, ધર્મની ઈચ્છા જાગે. શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન જેના હૈયે વસ્યું હોય તેને આ સંસાર અકારો લાગે, કારાગૃહ જેવો લાગે. સંસારને અને શાસનને બાપજનમનું વેર છે. સંસાર હૈયામાં રાખીને આવે તેને શાસન ન અપાય. સવ અહીં આવનારા તો સંસારની ઈચ્છાવાળા ન હોય ને ? એવું એકાન્ત નથી. અહીં આવનારા બધા સંસારની અરુચિવાળા હોય છે એવું ન માનતા.’ એમ અમારા આચાર્યભગવન્ત અમને કહેતા. અહીં આવનારા એવા પણ મળે કે-મોટાના સેવક થઈએ તો સમાજમાં મોભો મળે, સંસારમાં બરાબર ગોઠવાઈ જાય ને ધરમનો ધરમ થાય. આવાઓને ધર્માત્મા માનવાની ભૂલ ન કરાય. ધર્માત્મા તો તેને કહેવાય કે જે સંસારના સુખથી ભાગતો ફરે. સંસારના સુખ માટે ધમપછાડા કરે તે ધર્માત્મા ન હોય. અનુકૂળતા શોધવા નથી નીકળવું અને પ્રતિકૂળતા આવે તો ટાળવી નથી : આ શાસનની આરાધનાનું લક્ષણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146