________________
ખેદના કારણે, યિાની સમાપ્તિ સુધીની સ્થિરતા સ્વરૂપ દૃઢતા નથી આવતી, તેથી પ્રસ્તુત ક્લિામાં એકાગ્રતા જળવાતી નથી. ધાન્યની નિષ્પત્તિ માટે પાણી જેમ પ્રધાન અંગ મનાય છે તેમ અહીં એકાગ્રતા એ ક્રિયાના ફળની પ્રાપ્તિમાં મુખ્ય હેતુ છે.
ખેતી કરવાવાળાને પાણીની જેટલી ગરજ છે, તેટલી ધર્મ કરવા માટે ખેદના અભાવરૂપ દૃઢતાની જરૂર છે. ખેદના કારણે દૃઢતા નથી આવતી. દૃઢતા ન હોવાથી ફળપ્રાપ્તિ માટેની એકાગ્રતાઅવિચલિતતા સ્વરૂપ પ્રણિધાન નાશ પામે છે, તેથી ક્રિયા અટકી પડે છે. પ્રયાણ કરનાર માણસ થાકી જાય તો પગ લથડિયાં ખાવા માડે, તેથી મન ઢીલું પડે અને અંતે ગમનક્રિયા અટકી પડે. તે જ રીતે અહીં પણ બને છે. પાણી વગર ખેતી ન થાય તેમ સ્થિરતા વગર ક્રિયા ન થાય, વરસાદ ન આવે તો ખેડૂતો કેટલી મહેનત કરે છે ? યજ્ઞયાગ વગેરે કરાવે, કૃત્રિમ પણ વરસાદ વરસાવે. ખેડૂત જેટલી મહેનત, ખેદને દૂર કરી સ્થિરતા મેળવવા માટે ક્યારે કરી ? ખેદના કારણે ક્રિયા મૂકી દેનારા મળે પણ ખેદ ટાળીને ક્યિા કરવા માટે પ્રયત્ન કરનારા કેટલા મળે ? ખેદ દૂર કરવા માટે દૃઢતા કેળવવી પડશે, દૃઢતા માટે સંકલ્પબળ મજબૂત કરવું પડશે. સંકલ્પબળ મજબૂત કરવા માટે શક્તિની જરૂર નથી, તાત્ત્વિક ઈચ્છાની જરૂર છે. નાના છોકરાઓની શક્તિ કેટલી હોય છે ? છતાં ચાલવાની ઈચ્છા હોય તો ચાલતાં ચાલતાં પડી જવા છતાં થાતા નથી, એમનો ચાલવાનો સંકલ્પ કેટલો મજબૂત હોય છે ? આપણને આવો સંકલ્પ ક્રિયા કરવામાં ન આવતો હોય તો તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org