________________
સાવધાની રાખે એવાનું આ સાધનામાર્ગમાં કામ છે. સુબાહુકુમાર દીક્ષા લેવા નીકળ્યા તો માતા અને પાંચસો પત્નીઓ આડી આવી ને ? છતાં તેમણે શું કર્યું ? પાંચસો નાગણીઓમાં મારું મન આકુળવ્યાકુળ થાય છે એમ કહીને ચાલી નીકળ્યા ને ? તમને સંસારમાંથી નીકળવા ન દે તે કેવા લાગે છે તમારી પ્રત્યે બહુ લાગણી ધરાવનારા લાગે કે સાપજેવા લાગે ? અવરોધો ગમે તેટલા મજબૂત હોય, આપણે જો મક્કમ રહીએ તો ગમે તેવા અવરોધોમાંથી પણ માર્ગ કાઢી શકીશું. બાહ્ય કોઈ અવરોધો સાધનાની આડે નથી આવતા, આપણા પોતાના ચિત્તના દોષો જ આપણને આરાધના કરતાં અટકાવે છે. આટલું જે સમજાઈ જાય તો આપણું આગળનું કામ સરળ થઈ જાય. ચિત્તના દોષો આપણને યોગમાર્ગથી દૂર કરે એ પહેલાં આપણા આત્મામાંથી એ દોષોને દૂર કરવા પ્રયત્ન કરી લેવો છે. તે માટે ખેદાદિ દોષોનું સ્વરૂપ સમજવું પડશે, સ્વરૂપ સમજીને ખેદાદિ દોષો કેવા પ્રકારના વિપાકને બતાવે છે-એ પણ સમજી લેવું પડશે. ખેદાદિ દોષો સાધનામાં કેવી રીતે અવરોધ કરે છે એ સમજાઈ જાય તો એ દોષોને વહેલામાં વહેલી તકે દૂર કરવાનું મન સાધકને થયા વગર ન રહે. ૧. ખેદ.
ખેદ એટલે શાન્તતા. અર્થાત્ ક્રિયામાં પ્રવૃત્તિ ન કરાવે એવો થાક. પૂર્વદિયાના કારણે ઉત્પન્ન થનારું અને ઉત્તરક્રિયાને કરવા ન દે એવું જે દુ:ખ, તેને ખેદ કહેવાય છે. મુસાફરી કરી રહેલો માણસ થાકના કારણે એક ડગલું પણ ભરી શક્તો નથી, તેમ ક્યિા કરવામાં
39.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org