________________
૮) આસંગ ઃ આરંભેલા અનુષ્ઠાનમાં; વિહિત એવા બીજા
અનુષ્ઠાન કરતાં જે અતિશય પ્રીતિ થાય તેને ‘આસંગ કહેવાય છે. અત્યન્ત અભિળંગ (આસ
ફતિ) સ્વરૂપ આ દોષ છે. મોક્ષમાર્ગની સાધના કરવા નીકળેલા પણ જો મોક્ષને પામી શકતા ન હોય તો તે આ આઠ દોષોના કારણે. આમાંથી કેટલાક દોષો યોગની પ્રાપ્તિને રોકે છે, કેટલાક દોષો યોગના વિકાસને રોકે છે જ્યારે કેટલાક દોષો યોગની પરિપૂર્ણતાને રોકે છે. અવિલંબે ફળને આપનારી સાધનામાં અવરોધ કરનારા આ આઠ દોષો મોક્ષમાર્ગના મુસાફરને ઘેરો ઘાલીને બેસે છે. જે માર્ગે ચાલતો ન હોય તેને કોઈ વિઘ્ન નથી નડતું, જે માર્ગે પ્રયાણ કરે તેને વિના આવે. મોહનો સ્વભાવ જ એવો છે કે આ સંસારમાંથી ભાગી નીકળતા જીવોને રોકવાનું કામ કરવું. આથી જ મોહને આધીન થયેલા જીવો પણ સંસારમાંથી નીકળી જતા જીવોને રોકવાનું કામ કરે છે. જ્યાં સુધી તમે સંસારમાં રહીને ધર્મ કરતા હો ત્યાં સુધી લગભગ કોઈ આડું ન આવે, પણ જો સંસાર છોડીને ધર્મ કરવાની વાત કરો-દીક્ષા લેવાની વાત કરો-તો એકી સાથે બધા આડા આવે, સ્વજનો પણ ઘેરાવો ઘાલે અને ઘરની સ્ત્રી પણ વાંધો ઉઠાવે. એ વખતે ઢીલા પડો તો શું થાય ? અવરોધો તો રોકવાનું કામ કરવાના જ, રોકાઈ જવું કે સામનો કરવો એ આપણા હાથની વાત છે. ચક્કર આવે ત્યારે પડી જવાના બદલે સ્થિર થવાની મહેનત કરીએ છીએ તેમ અવરોધો આડા આવ્યા પછી વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org