________________
ઊલટું કષ્ટ પડે છે-આવા જ્ઞાનથી ઉત્પન્ન થયેલ ક્રિયાની આળસને ઉગ કહેવાય છે, જેથી શ્રમ ન હોય તોય ક્રિયા કરવાનો ઉત્સાહ થતો નથી,
કદાચ કરે તો પણ આનંદ નથી આવતો. ૩) ક્ષેપઃ જે ક્રિયા કરતા હોઈએ તેમાં વચ્ચે વચ્ચે બીજે
ચિત્ત જોડવું તેને ક્ષેપ કહેવાય છે. આ એક પ્રકારની ચિત્તની ચંચળતા છે. બીજા કામમાં જોડેલા ચિત્ત જેવું ચિત્ત, આપણા ચાલુ કામમાં
હોય તો તે ચિત્ત લેપદોષથી દુષ્ટ મનાય છે. ૪) ઉત્થાન : ચિત્તની અપ્રશાન્તવાહિતાને ઉત્થાન કહેવાય છે.
કામાદિ દોષોની ઉદ્રિત અવસ્થાના કારણે, મનવચન-કાયાની જે ઉદ્દેકાવસ્થા છે તેને ઉત્થાન કહેવાય છે. મદથી અવષ્ટબ્ધ(ઘેરાયેલા) પુરુષની
અવસ્થા જેવું આ ઉત્થાનદોષવાળું ચિત્ત હોય છે. ૫) ભાન્તિઃ છીપમાં રજતનો ગ્રહ થાય તેમ જે વસ્તુ જેવી
ન હોય તેવી જણાય તેને ભ્રમ કહેવાય. ભ્રાન્તિ
(ભ્રમ) એ ભ્રમાત્મક મિથ્યાજ્ઞાન સ્વરૂપ છે. ૬) અન્યમુદ્ ઃ આરંભેલા અનુષ્ઠાનને છોડીને બીજા અનુષ્ઠાનમાં
જે પ્રીતિ(હર્ષ) છે તેને અન્યમુદ્ નામનો દોષ
કહેવાય છે. ૭) રર્ દોષ રોગસ્વરૂપ છે. અનુષ્ઠાનમાં જે અતિચાર
લાગે છે તે પીડા અથવા ભંગસ્વરૂપ હોય છે તેને જ દોષ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org