________________
કે
શિખામણ અપાય તે શાસન. શિખામણ શેની આપવી પડે ? દુ:ખ ભોગવવાની કે સુખ ભોગવવાની ? શાસ્ત્રમાં કહ્યું છે કે સુખ ભોગવવામાં અને સુખ ભોગવવાના ઉપાયો શોધવામાં તો લોકો વગર ઉપદેશે પણ નિપુણ છે. આથી સ્પષ્ટ છે કે સુખનો ત્યાગ કરી દુ:ખ વેઠી લઈને ધર્મ કરવાનો ઉપાય બતાવવા માટે શાસનની જરૂર છે. તમને ધર્મની જરૂર છે ને ? શેના માટે ? સુખ ભોગવવા માટે દુઃખ મજેથી વેઠી લેવા માટે ? તમને ધર્મ ક્યારે યાદ આવે ? દુ:ખમાં કે સુખમાં ? દુ:ખમાં પણ કદાચ યાદ આવે તો તે દુ:ખને દૂર કરવા માટે યાદ આવે કે સહન કરી લેવા ? જે દુઃખથી બચાવે તે ધર્મ નથી, જે દુઃખ વેઠતાં શિખવાડે તે ધર્મ. દુ:ખમાં પણ ધર્મ યાદ આવે તોય ઠેકાણું પડી જાય. આજે તો દુ:ખ આવ્યા પછી દુ:ખ આપનારા અને દુઃખથી બચાવનારા (ડોકટરો..) યાદ આવ્યા કરે છે, દુ:ખમાં સમાધિ આપનારો ધર્મ યાદ નથી આવતો. વર્તમાનદુ:ખને દૂર કરવાની ભાવનાથી ધર્મ યાદ આવે તે ધર્મને યાદ કર્યો ન કહેવાય. વર્તમાનદુઃખને પ્રતીકાર કર્યા વગર વેઠી લેવા માટે અને ભવિષ્યમાં નવું દુઃખ ઊભું ન થાય એ રીતે જીવવા માટે ધર્મ યાદ આવે તો ધર્મને યાદ કર્યો એવું કહેવાય. દુ:ખ આવ્યા પછી પરમાત્માને અને મહાપુરુષોને યાદ કરીએ તો દુ:ખ વેઠવાનું આલંબન મળ્યા વગર ન રહે, આ જ એ મહાપુરુષોનો ઉપકાર છે. દુઃખનો પ્રતીકાર કરવાની અને સુખ ભોગવવાની વૃત્તિમાંથી ભૂલો સર્જાય છે, અનુપયોગપૂર્વકની ક્રિયાઓ પણ આ વૃત્તિના કારણે જ થાય છે. ઉપયોગ રાખવામાં કષ્ટ પડે છે અને
Jain Education International
૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org