________________
ઉપયોગ વગરની કરીએ તે કેમ ચાલે ? માત્ર વસ્ત્ર બદલવાથી કે આસન લગાવવાથી સાધના નથી થતી, સૌથી પહેલાં ચિત્ત બદલવાની જરૂર છે. કાયાની કે વચનની નિર્મળતા ચિત્તની નિર્મળતા વગર નકામી જાય છે. તારક ક્રિયાઓમાં ચિત્તનો ઉપયોગ રહે તે જ ચિત્તની નિર્મળતા છે. ચિત્તનો ઉપયોગ માત્ર ક્રિયાભ્યાસના કારણે નથી આવતો, ધ્યેયપ્રાપ્તિની તીવ્ર અભિલાષામાંથી ચિત્તનો ઉપયોગ આવે છે. અભ્યાસથી આત્મસાત્ કરેલી ક્રિયાઓ પણ ધ્યેયપ્રાપ્તિની તમન્નાથી ઉપયુક્ત ન બને તો કેવળ દ્રવ્યક્રિયારૂપ જ બની રહે છે. ભાંગીતૂટી વસ્તુ કામમાં નથી આવતી અને વાપરીએ તો અનિષ્ટનો પ્રસંગ આવે છે. એવો અનિષ્ટનો પ્રસંગ અહીં ન આવે એ માટે ક્રિયાને અભંગ બનાવવા ચિત્તના આઠ દોષો ટાળવાનું ફરમાવ્યું છે. માનસ અતિચાર પણ ભંગસ્વરૂપ છે આટલું સમજાય તો આપણી ક્રિયાઓ શુદ્ધ, પરિપૂર્ણ અને તારક બન્યા વિના નહિ રહે.
વર્તમાનમાં અનુપયોગપૂર્વક ક્રિયા કરવાની જાણે રજા મળી ગઈ છે માટે ધર્મ કરવાનું ફાવે છે. જો અનુપયોગની સજા મળે તો આજે ધર્મ કરવાની મજા ઊડ્યા વગર ન રહે. વરસોથી ધર્મ કરવા છતાં સર્વવિરતિધર્મની, દેશવિરતિની, સમ્યગ્દર્શનની કે માર્ગાનુસારીપણાની પણ પ્રાપ્તિ ન થઈ હોય, વિષય-કષાયની પરિણતિ ઘટી ન હોય તો તે બધો પ્રભાવ આ લક્ષ્યવિહીન ક્રિયાઓનો છે. ધર્મશાસન એ આપણા આત્માનું અનુશાસન છે. આપણે ભૂલ કરીએ ત્યારે તેને સુધારવા માટે અનુશાસનની જરૂર પડે. જેના વડે
J'ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org