Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 33
________________ તો કરવો પડે ને ? આજે તો એવું ય કહેનારા મળે છે કે મન ઉપર દબાણ કરીએ તો મન ઉછાળો મારે છે.” એવાઓને પૂછવું પડે કે ઊલટી જેવું થતું હોય તો દબાવવા મહેનત કરો કે ઊછળવા દો ? દબાવવા છતાં ઊછળે એ બને, પણ પ્રયત્ન કયો ? વમન દબાવે અને મનને ઊછળવા દે, એ ચાલે ? વમનને શમાવવા માટે જેટલી મહેનત કરો છો એટલી ય મહેનત મનને દબાવવા માટે કરી ? કહે છે કે “મન માંગે એટલે આપી દેવાનું, નહિ તો મન આધ્યાન કરે !' તમારા પોતાના છોકરા કોઈ વસ્તુ માંગે તો તરત આપી દો કે ના પાડો ? સમજાવવા છતાં ન માને તો દબડાવો ને ? તે છતાં રોકકળ કરે તો જરૂર પડ્યે ધોલ પણ મારો ને ? કદાચ આપો તો ય બીજી વાર માંગવાની ટેવ ન પડે એ રીતે આપ ને ? અને જો એનું અહિત થાય એવી જ વસ્તુ હોય તો કોઈ સંયોગોમાં ન જ આપો ને ? સવ ખોટા સંસ્કાર ન પડવા જોઈએ ને ? પોતાના છોકરાને ખોટા સંસ્કાર ન પડે એ માટે જેટલી કાળજી રાખો છો એટલી કાળજી તમારી જાતને ખોટા સંસ્કાર ન પડે એ માટે રાખી છે ? છોકરો માંગે તો ન આપવું અને મને જે માંગે તે આપી દેવું, ખાવા માંગે તે ખાવા આપવાનું, વિસ્થા કરે તો કરવા દેવાની.. આ કયાંનો ન્યાય ? મન માંગે તો તેને ક્યારે સમજાવ્યું? ક્યારે દબડાવ્યું ? દબડાવીને ન માને તો ધોલ મારીને આપ્યું કે માગતાંની સાથે જ આપી દીધું? છોકરાના આર્તધ્યાનની ચિંતા કરવાના બદલે તેના હિતની ચિંતા કરો છો તેમ મનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146