Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 32
________________ નથી. ચિત્તના દોષો ટાળીને જ સાધના કરવાની હોય તો તો સાધના કરી જ નહિ શકાય... આવી શંકાના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે- માનસાતિચારસ્થાપિ મ વત્વાત્ - મનસંબંધી અતિચાર પણ ક્રિયાના ભંગ સ્વરૂપ છે. આજે ઘણાઓને લગભગ આ શિષ્ય જેવી જ ફરિયાદ છે ને ? આજે ઘણા ધર્મ કરનારાઓ કહે છે કે ચિત્ત તો ચંચળ છે, રોક્યું રોકાતું નથી. તેથી શુદ્ધ ક્રિયાઓ કર્યે રાખીએ તોય થોડુંઘણું ફળ તો મળશે ને ? એવાઓને પૂછવું પડે કે તમારાં દુન્યવી કાર્યોમાં ચિત્ત વગર, ઉપયોગ (ધ્યાન) રાખ્યા વગર કરેલી ક્રિયાઓમાં થોડુંઘણું ફળ મળે કે ઊલટું નુકસાન થાય ? ધ્યાન રાખ્યા વગર નોટો ગણીને આપે તો કમાણી કરે કે ગુમાવે ? ધ્યાન રાખ્યા વગર દવા લે તો સાજો થાય કે નવી ઉપાધિ ઊભી કરે ? મન વગર કરેલો ધંધો અને મન વગર કરેલી ચિકિત્સા જો નુકસાનકારી બનતી હોય તો મન વગર કરેલો ધર્મ કઈ રીતે ફળે ? વર્તમાનમાં શુદ્ધ ક્રિયા કરવાના આગ્રહવાળા હજુ મળી આવે પણ ઉપયોગપૂર્વક ક્રિયા કરવાના આગ્રહવાળા કેટલા મળે ? પ્રતિક્રમણ ઊભાં ઊભાં કરનારા મળે પણ પ્રતિક્રમણમાં સૂત્રનાં પદો અને અર્થ ઉપર ઉપયોગ રાખનારા મળે ખરા ? તમે વરસોથી ધર્મક્રિયાઓ કરો છો ને ? તમને કોઈ વાર તમારી ક્રિયા રહી જાય એનું દુ:ખ થાય કે ક્રિયા કરવા છતાં ધ્યાન ન રહ્યાનું દુ:ખ થાય ? ક્રિયા જેમતેમ કરી હોય તો એનું કદાચ દુ:ખ થાય પણ ક્રિયામાં ઉપયોગ ન રાખ્યો હોય, ભાવ ન આવ્યો હોય તેનું કદી દુ:ખ થયું છે ખરું ? મન ચંચળ છે એની ના નહિ, પણ એ મનને દબાવવા માટે પ્રયત્ન ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146