________________
अष्टपृथग्जनचित्तत्यागाद् योगिकुलचित्तयोगेन । जिनरूपं ध्यातव्यं योगविधावन्यथा दोषः ॥२॥
જેઓ યોગી નથી એવા જનોના સામાન્યથી આઠ પ્રકારના અકુશલપરિણામસ્વરૂપ ચિત્તનો ત્યાગ કરવાથી જે યોગીજનોને ઉચિત એવું ચિત્ત પ્રાપ્ત થાય છે તેના વડે શ્રી જિનેશ્વરભગવન્તના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ, નહિ તો યોગવિધિમાં અર્થાત્ યોગના આસેવનમાં દોષ લાગશે.
યોગમાર્ગનો સ્વીકાર ગુણની પ્રાપ્તિ માટે કરવાનો છે. પરંતુ એ સ્વીકાર કરતી વખતે આઠ પ્રકારના દોષયુક્ત ચિત્તનો ત્યાગ કરવામાં ન આવે અને યોગીના કુળમાં જન્મેલાઓના ચિત્તને અનુસરવામાં ન આવે તો ગુણના બદલે દોષની પ્રાપ્તિ થાય છે. તમારા વ્યવહારમાં પણ તમને આ વસ્તુ અનુભવસિદ્ધ છે ને ? નુકસાનની સંભાવના ટાળ્યા વગર ધંધો કરે તો લાભના બદલે નુક્સાન જ થાય ને ? ગણતરી ઊધી પડે એ બને પરંતુ ગણતરી કર્યા વગર અથવા ઊંધી ગણતરી રાખીને કોઈ વ્યાપારી ધંધો કરે ? કમાણી ઓછી થાય તે નભાવાય પણ નુકસાની તો ન જ થવી જોઈએ એટલું ખરું ને ? તેમ અહીં પણ ગુણો ઓછા મળે તો વાંધો નહિ, પણ દોષ તો એક પણ ન નભાવાય. કાયાના પણ નહિ, વચનના પણ નહિ, મનના પણ નહિ. અહીં શિષ્ય શંકા કરે છે કે શરીરના કે વચનના દોષો ટાળવા જોઈએ એ બરાબર પરન્તુ ચિત્તના દોષો ટાળવાની જરૂર નથી. શરીરના કે વચનના દોષ ટાળી શકાય એવા છે. ચિત્તના દોષો ટાળવા એ આપણા હાથની વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org