________________
ય કલાક ધર્મ ન કરી શકે તોય “સંસારમાં સુખ નથી, મોક્ષમાં જ સુખ છે અને મોક્ષને અપાવનાર ચારિત્રધર્મમાં જ સુખ છે' આવી મજબૂત શ્રદ્ધા શ્રાવકની હોય. આ શ્રદ્ધાના બળે અવિરતિની હાજરીમાં, અવિરતિને ભોગવવા છતાં અવિરતિને તોડવાનું કામ શ્રાવક કરે. આથી જ અવિરતિને દૂર કરવા પહેલાં અવિરતિ ઉપરથી નજર દૂર કરવાનું જ્ઞાનીઓ ફરમાવે છે.
અવિરતિ એટલે સંસારના સુખનો રાગ. એ રાગ ઉપરથી નજર ખસે એટલે સમ્યગ્દર્શન આવે અને એ રાગ ખસે અર્થાત્ રાગની આધીનતા ટળે એટલે સર્વવિરતિ આવે. સર્વવિરતિ આવે એટલે મોહનીયર્મને ખસતાં વાર ન લાગે અને મોહનીય ગયા પછી બાકીનાં કર્મો ટકી શકે નહિ. આ રીતે પોતાના આત્મા પર લાગેલાં આઠ પ્રકારનાં કર્મોની નિર્જરા કરવા માટે જેઓ સાધુ થયા છે, તેઓ જ સાચા યોગી છે. સકલ કર્મથી રહિત થઈ મોક્ષે જવા નીકળેલાને મોક્ષમાર્ગસ્વરૂપ યોગમાર્ગની પ્રાપ્તિમાં તેમ જ પરિપૂર્ણતામાં ક્યા ક્યા અવરોધો નડે છે અને એ અવરોધો કેવી રીતે દૂર કરવા : એની વિચારણા આ બે-ત્રણ દિવસમાં આપણે કરી લેવી છે. દોષોનું જ્ઞાન માત્ર જાણકાર થવા માટે નથી મેળવવાનું, દોષોને દોષો તરીકે જાણીને તેને કાયમ માટે નાબૂદ કરવા માટે મેળવવાનું છે. ચૌદમા ષોડશકની પહેલી ગાથાથી સાલંબનધ્યાન અને નિરાલંબનધ્યાન સ્વરૂપ બે પ્રકારના યોગને વર્ણવીને, હવે બીજી ગાથાથી આઠ પ્રકારના ચિત્તવિપ્લવસ્વરૂપ દોષોનો ત્યાગ કરવાથી યોગીનું ચિત્ત પ્રાપ્ત થાય છે... ઈત્યાદિ જણાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org