________________
શરીર અને મનથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વને સ્વીકારે એ સાચો આસ્તિક. શરીર, મન અને આત્માની એકાત્મતા મિથ્યાત્વરૂપ કર્મના યોગે લાગે છે. શરીર અને આત્માનું ભેદજ્ઞાન; મિથ્યાત્વને નબળું પાડ્યા વિના ન થાય. મિથ્યાત્વને નબળું પાડવા માટે શરીર ઉપરથી નજર ખસેડવી પડશે અને શરીરનું મમત્વ મારવા માટે દુઃખ વેઠવાનો અભ્યાસ પાડવો પડશે. દુ:ખ ભોગવી લેવા માટે શારીરિક સ્વસ્થતા અને માનસિક શાંતિનો ઉપયોગ કરી લેવાનો. શરીરનું મમત્વ મારીને આત્માને મુક્ત બનાવવા માટે યોગ છે. યોગ એ વિશુદ્ધ એવો ક્રિયા-માર્ગ છે, છતાં તેને જુદો પાડવાનું કામ આજે કહેવાતા યોગીઓ કરી રહ્યા છે. શાસ્ત્રમાં ક્રિયાની અશુદ્ધિઓ દૂર કરવાના આશયથી, અશુદ્ધક્રિયાની નિરર્થકતા અને જ્ઞાનમાર્ગની ઉપાદેયતા જણાવનારાં જે વિધાનો હોય, તેને ક્રિયામાર્ગનો ઉચ્છેદ કરી પોતે માનેલા ધ્યાનમાર્ગના સમર્થનમાં વાપરવાં એ શાસ્ત્રનો ભયંકર દુરુપયોગ છે. ક્રિયાના દોષો દૂર કરવામાં ન આવે તો દોષયુક્ત ક્રિયાઓ પોતાના ફળને આપવા અસમર્થ હોવાથી નિરર્થક છે, એનો અર્થ એ નથી કે ક્રિયામાર્ગ વ્યર્થ છે. દૂધપાકમાંથી ગરોળી નીકળવાના કારણે દૂધપાક ફેંકી દેવો પડે ત્યારે દૂધપાક ફેંક્યો કહેવાય કે વિષ ફેંક્યું કહેવાય ? અને ફૂંકી દીધા પછી બીજી વાર દૂધપાક ન બનાવવાનો નિર્ણય લો કે ગરોળી ન પડે તેની કાળજી રાખવાનું વિચારો ? બગડી ગયેલી રસોઈ ફેંકી દેનારા પણ બીજીવાર બગડે નહિ એની કાળજી રાખીને રસોઈ કરે છે, ભૂખ્યા બેસી નથી રહેતા. જ્યારે અહીં અશુદ્ધ ક્રિયાને નકામી
Jain Education International
૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org