Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 26
________________ સવ આંગણું સારું રાખે તો ઘર સારું ચોખ્ખું) રહે ને ? ઘર ચોખ્ખું રાખવું હોય તો આંગણામાં કચરો ન નાખવો. આંગણું ચોખ્ખું શા માટે રાખો ? ઘર ચોખ્ખું રહે એ માટે જ ને ? જરૂર પડે તો ઘરને ચોખ્ખું રાખવા ઘરનો કચરો આંગણામાં નંખાય, પણ આંગણું ચોખ્ખું રાખવા આંગણાનો કચરો ઘરમાં ન નખાય. તેમ અહીં પણ આત્માને સારો બનાવવા શરીરનો ઉપયોગ કરવાનો, પણ શરીરને સુખી બનાવવા આત્માનો ભોગ નથી આપવો. શરીરની ર્તિ અને સ્વસ્થતા જળવાઈ રહે એ માટે આજે યોગના નામે જે આસનો કરાય છે તે યોગાસન નથી, ભોગાસન છે. શરીર ઘાણીમાં પિલાય છતાં ચિત્ત ચલાયમાન ન થાય : એવી અવસ્થા કેળવાય તો ધ્યાન આવે. શરીરના પૂજારી યોગના ઉપાસક ન બની શકે. શરીરની રક્ષા માટે યોગાસનના અર્થી બનેલાઓને ભૌતિકવાદમાંથી અધ્યાત્મવાદ તરફ વળનારા માનવા એ તો યોગનો ઉપહાસ કરવા જેવું છે. અસલમાં આવાઓ અધ્યાત્મ તરફ (આત્માની સન્મુખ) નથી વળ્યા, અધિશરીર (શરીરની સન્મુખ) વળેલા છે. સવ એવાં યોગાસનથી પણ માનસિક શાંતિ તો મળે છે ને ? શરીરની સુખાકારિતામાં મન પ્રસન્ન રહે એ પણ એક પ્રકારની અસમાધિ છે એ જાણો છો ? શરીરના સુખમાં મન શાંતિ અનુભવે એ મિથ્યાત્વનો પ્રકાર છે. આત્માની સ્વસ્થતામાં સમાધિ માણવી એ સમ્યત્વનો પ્રકાર છે. શરીર કે મનના અસ્તિત્વને સ્વીકારવાથી આસ્તિક્તા નથી આવતી. “આત્મા છે' એવું માને તો આસ્તિકતા આવે, માટે જ એને સમ્યકત્વના સ્થાનમાં ગયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146