________________
આવે ? વીતરાગતા યાદ આવે ? કે વીતરાગતા પામવા માટે ચારિત્રની જે કઠોર સાધના કરી હતી તે પણ યાદ આવે ? પરમાત્માની પ્રતિમા જાઈને પરમાત્માનું સાધુપણું યાદ આવે તો સાલંબનધ્યાનની યોગ્યતા આવે.
સવ પરમાત્માની પ્રતિમા જોઈને અતિશયો યાદ આવે તો?
અતિશયો પણ શેના માટે યાદ કરવાના ? એવી ઋદ્ધિસિદ્ધિ મેળવવા માટે કે ભગવાનનું વચન હૈયે ઉતારવા માટે ? શાસ્ત્રમાં કહ્યું છે કે અભવ્યના આત્માઓ મોક્ષને માનતા ન હોવા છતાં શ્રી તીર્થંકરાદિની ઋદ્ધિ વગેરે જોઈને એવી ઋદ્ધિ મેળવવા માટે નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હોય છે. એવા ચારિત્રની કોઈ કિંમત નથી. ભગવાનનું વચન આ સંસારમાંથી તારનારું છે એમ માનીને ભગવાનને કે ભગવાનના અતિશયોને યાદ કરે તો સાલંબનધ્યાન આવે. તમને ભગવાનને જોઈને ભગવાનનું કયું વચન યાદ આવે ? ‘પાપ કરવાથી દુઃખ આવે અને ધર્મ કરવાથી સુખ મળે એ યાદ આવે કે પાપ કરવાથી સંસાર વધે અને ધર્મ કરવાથી મોક્ષ મળે એ યાદ આવે ? બને વચન ભગવાનનાં જ હોવા છતાં તમને ક્યું વચન ગમે ? સંસારમાં દુઃખ ન આવે માટે પાપને ટાળવું છે કે સંસાર જોઈતો નથી માટે પાપ ટાળવું છે ? ધર્મ કરવાથી સંસારનું સુખ મળે છે માટે ધર્મ કરવો છે કે ધર્મ કરવાથી મોક્ષ મળે છે માટે ધર્મ કરવો છે ? સંસારના સુખની લાલચે અને દુખના ભયે ભગવાનનું વચન માને-એ વચનની શ્રધ્ધા ન કહેવાય. સંસારના ભયે અને મોક્ષની લાલચે ભગવાનનું વચન માનવું-તે સાચી શ્રદ્ધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org