Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 20
________________ સુખનો રાગ અને દુઃખનો દ્વેષ પાપરૂપ છે, એ રાગદ્વેષને પુષ્ટ કરનાર આશય પણ પાપરૂપ છે અને એ આશયથી ભગવાનનું વચન માનવું એય પાપરૂપ છે. ભગવાનનું વચન ભગવાને કહેલા આશયથી માનવું તે વચનની શ્રદ્ધા. માત્ર ક્રિયાની કે કોરી શ્રદ્ધાની ભગવાનના શાસનમાં કોઈ કિંમત નથી. આશય શુદ્ધ હોય તો ક્રિયા કે શ્રદ્ધા માર્ગાનુસારી કહેવાય. આશય ફિરે એટલે ક્રિયા એની એક હોવા છતાં પણ ફળપ્રાપ્તિમાં ભેદ(ક) પડ્યા વિના ન રહે. અનાદિકાળથી આપણે આ સંસારમાં રખડી રહ્યા છીએ-તે, ધર્મ કર્યો નહિ માટે નહિ, ધર્મ જે આશયથી કરવાનો હતો તે આશયથી ન ર્યો માટે. તમે તપ કરો તો શા માટે કરો ? આહારસંશા મારવા માટે કે તપસ્વી કહેવડાવવા માટે ? માત્ર આહારનો ત્યાગ કરવો તે તપ નથી, ભગવાને બતાવેલા આશયથી આહારનો ત્યાગ કરવો તે તપ. ભૂખ ન લાગી હોય માટે ન ખાવું-તે તપ નહિ, ભાવતું ન હોય માટે ન ખાવું-એ તપ નહિ, ગુસ્સો આવવાના કારણે ન ખાવું-એ તપ નહિ, તપના કારણે શરીર સારું રહે છે માટે ન ખાવું-એ તપ નહિ, તપ કરવાથી આ ભવમાં માનસન્માન અને પરભવમાં વિપુલ સંપત્તિ મળે, માટે આહારનો ત્યાગ કરવો એ તપ નથી. તપ કરવાના કારણે આહારની લાલસા મરે છે અને આઠે કર્મની નિર્જરા દ્વારા અણાહારીપદ મળે છે : એ આશયથી આહારનો ત્યાગ કરવો તેનું નામ તપ. પરમાત્માના પ્રત્યેક વચનમાં સામર્થ્ય છે કે આપણા રાગદ્વેષની પરિણતિને દૂર કરે. ભગવાનની વાત જેટલી યાદ આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146