________________
સુખાકારિતામાં ધ્યાન ન આવે. સુગંધી મઘમઘાટ વાતાવરણમાં, રેશમી વસ્ત્રો ધારણ કરી સુખાકારી આસને બેસવું એય ધ્યાન નથી અને અજ્ઞાનપણે કષ્ટ વેઠવું એય ધ્યાન નથી. પરમાત્માના વચન સામે દૃષ્ટિ સ્થિર કરી એ વચનના અનુસાર પ્રવૃત્તિ કરવી તેનું નામ ધ્યાન. શ્રી સ્થૂલભદ્ર મહારાજાએ પણ કોશ્યાને કહ્યું હતું કે,
નિર્લોભી-નિર્મોહીપણાશું સુણ કોશ્યા અમે રહેશું રે, યોગવશે શુભવીરજિનેશ્વર-આણા મસ્તક વહેશું...
લોભ એટલે કષાય અને મોહ એટલે અજ્ઞાન. લોભના કારણે સુખ મેળવવાની અને મોહના કારણે દુઃખ ટાળવાની વૃત્તિ એવી ઘર કરી જાય છે કે જેથી સુખાકારિતાનો ત્યાગ કરી આજ્ઞા મુજબનું કષ્ટ વેઠી શકાતું નથી. લોભ અને મોહની આધીનતા ટાળ્યા વગર યોગની પ્રાપ્તિ થતી નથી અને યોગ વગર ભગવાનની આજ્ઞા માથે રાખીને જીવી શકાતું નથી. અત્યાર સુધી સુખ ભોગવવાની અને દુઃખ ટાળવાની વૃત્તિથી કર્મબંધ કરતા આવ્યા છીએ, હવે કર્મબંધ અટકાવી કર્મનિર્જરા કરવી હશે તો સુખ ટાળવાની અને દુઃખ ભોગવવાની વૃત્તિ કેળવ્યા વગર નહિ ચાલે. દુઃખ ટાળવાની વૃત્તિથી કર્મ આવે છે અને સુખ ટાળવાની વૃત્તિથી કર્મ જાય છે. આવું જાણ્યા પછી સાધક શું કરે ? દુઃખમાં ડૂબતા હોઈશું તો ચાલશે પણ સુખનો તો અશેય ન જોઈએ-એવું થાય ને ?
સ૦ દુ:ખ ભોગવવામાં આર્તધ્યાન થાય છે.
મહાપુરુષોને દુઃખો ભોગવતાં આર્તધ્યાન થયેલું ? આર્તધ્યાન દુખ ભોગવવાના કારણે નહિ, દુખ ન ભોગવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org