________________
એટલા આપણે તત્ત્વ સાથે જોડાઈશું. આજે તત્ત્વને બદલે અતત્ત્વ કે પરતત્ત્વ સાથે જોડાણ થતું હોય તો તે ભગવાનનું વચન વિસારી મૂક્યું માટે. અતત્ત્વની મજા મારી નાખે, તત્ત્વની રુચિ પેદા કરે અને ક્રમે કરીને પરમતત્ત્વમાં રમણતા કરાવે : એવો આ ભગવાનના વચનનો ઉપયોગ છે અને આ વચનનો ઉપયોગ એ જ સાલંબનધ્યાન છે. સાલંબન ધ્યાન કહો, ચારિત્રધર્મ કહો કે યોગમાર્ગ કહો : બધું એક જ છે. યોગ એ કાંઈ ચારિત્ર કરતાં ચઢિયાતી વસ્તુ નથી. આઠ કર્મની નિર્જરા કરાવવા દ્વારા જે મોક્ષ સાથે જોડી આપે તેને યોગ કહેવાય અને આત્માએ મિથ્યાત્વાદિ હેતુઓ વડે સંચિત કરેલાં કર્મોનો જે ક્ષય કરે તેને ચારિત્ર કહેવાય. વર્તમાનમાં યોગનું કે ધ્યાનનું નામ લઈએ તો લગભગ દીક્ષા લીધા વગરના અથવા દીક્ષા ન પાળનારા નજર સામે આવે. ચારિત્રધર્મને બાજુએ મૂકી જે યોગ કે ધ્યાનની વાતો કરાય છે તે યોગાભાસ અને ધ્યાનાભાસ છે. એકાન્તસ્થાનમાં પગ ઉપર પગ ચઢાવી આંખો મીંચીને વિચારતા બેસી રહેવું તે ધ્યાન નથી, ભગવાનની આજ્ઞા મુજબ ચારિત્રધર્મનું પાલન કરવું તે ધ્યાન છે. હિમાલયમાં ધ્યાન લગાવીને બેસેલાઓ, છ મહિને-વરસે એકાદ વાર દર્શન આપી ‘બેટા તેરા કલ્યાણ હોગા’ એવા આશીર્વાદ આપી આ ભવ પૂરતી પૌદ્ગલિક સિદ્ધિને સર્જી આપે- એ ચમત્કાર નથી. એ યોગનો પ્રભાવ નથી, પુણ્યનો જ એક પ્રકાર છે. અનાદિકાળથી કર્મસહિત આત્માને કર્મરહિત બનાવવો એ જ મોટો ચમત્કાર છે. આ ચમત્કાર ચારિત્રધર્મ સ્વરૂપ યોગના પ્રભાવે સર્જાય છે. ચોવીસે કલાક પળે પળે ભગવાનની આજ્ઞામાં
{ ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org