________________
નથી છતાં સૂર્યોદયે લોકોને પ્રકાશ મળે છે, તેમ લોકોને શાસનના રસિયા બનાવવાની ભાવનાથી શ્રી તીર્થંકરભગવન્તો દેશના આપતા નથી, છતાં તીર્થંકરનામકર્મના ઉદયે અપાતી એ દેશનાના યોગે ભવિછવો શાસનના રસિયા બન્યા વિના રહેતા નથી. શ્રી તીર્થંકરભગવન્તની ઔદયિકભાવની આ બધી સંપત્તિઓ; તેઓશ્રીના ભાવતીર્થંકરપણાને સૂચવવા સાથે આપણા માટે ભાવચારિત્રને પ્રાપ્ત કરાવનારી પણ બને છે. પરમાત્માની આ એક લોકોત્તર કોટિની મહત્તા છે કે તેઓશ્રીના અભ્યન્તર-ક્ષાયિભાવના કેવળજ્ઞાનાદિ ગુણોની સાથે રહેવાના કારણે, ઔદયિકભાવના દેશનાદિ ગુણો પણ આલંબનને યોગ્ય બની જાય છે. તેઓશ્રીના ઔદયિકભાવના ગુણો પણ આપણા માટે ક્ષયોપશમભાવના ગુણો પ્રાપ્ત કરાવવા દ્વારા સાયિકભાવ સુધી પહોંચાડનારા બને છે. આવા અતિશયસંપન્ન આત્માઓએ આપણા માટે શું બતાવ્યું છે તેનો વિચાર આપણે કરી લેવો છે. પરમાત્માના સમવસરણનું સ્મરણ પણ તેઓશ્રીના વચનયોગને યાદ કરવા માટે કરવાનું છે. શ્રી અરિહન્તપરમાત્માનું ધ્યાન અરિહન્ત થવા માટે નથી ધરવાનું, સિદ્ધ થવા માટે, સાધુ થવા માટે પરવાનું છે. શ્રી અરિહન્તના ધ્યાને અરિહન્ત થવાય, પરન્તુ અરિહન્ત થવા માટે અરિહન્તનું ધ્યાન નથી ધરવાનું ચારિત્ર લીધા વગર તીર્થકર થવાતું નથી. છતાં શ્રી તીર્થકરના આત્માઓ તીર્થંકર થવા માટે ચારિત્ર નથી લેતા, આઠે કર્મની નિર્જરા કરવા દ્વારા મોક્ષને પામવા માટે જ તેઓ ચારિત્ર ગ્રહણ કરે છે. પરમાત્માની પ્રતિમા જોઈને તમને શું યાદ આવે ? પરમાત્માનો વૈભવ યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org