________________
આવ્યું હોય ને તીર્થંકરનામર્મ બાકી રહી ગયું હોય તો શ્રી મહાવીરપરમાત્માની જેમ સોળ પ્રહરની દેશના આપીને પણ તીર્થંકરનામકર્મ ખપાવી દે છે. જે કર્મ નિકાચિત હોય તે વિપાથી ભોગવીને જ પૂરું કરવું પડે છે. શ્રી તીર્થકરના આત્માઓનું તીર્થંકરનામકર્મ નિકાચિત હોવાથી આ રીતે દેશના આપવા દ્વારા જ તેમનું તે કર્મ ખપે છે. શાસનરસીની ભાવનાથી નિકાચિત કરેલા તીર્થંકરનામકર્મના ઉદયમાં એ ભાવના સફળ થાય એવી સમવસરણાદિ સામગ્રી પ્રાપ્ત થાય છે. એ સામગ્રીસંપન્ન શ્રી તીર્થંકરભગવન્તો પોતાની અર્થયિાને કરનારા હોવાથી ભાવતીર્થકર કહેવાય છે. જે વસ્તુમાં અર્થક્રિયાકારિત્વ હોય તેને ભાવવસ્તુ કહેવાય. અર્થડિયાકારિત્વ એટલે પોતાનું જે કાર્ય હોય તે કરવું. સમવસરણમાં બેસીને ભવ્યજીવોને દેશના આપવી એ શ્રી તીર્થંકરભગવન્તોનું અર્થક્રિયાકારિત્વ છે. જે વસ્તુ અર્થયિાને ન કરે તે દ્રવ્યવસ્તુ કહેવાય. શ્રી તીર્થંકરના આત્માઓ પણ દેશના ન આપે ત્યારે દ્રવ્યતીર્થકર કહેવાય છે. દેશના આપે ત્યારે ભાવતીર્થકર કહેવાય છે. અહીં એટલું યાદ રાખવું કે શાસનરસી બનાવવાની ભાવનાથી તીર્થંકરનામકર્મની નિકાચના થતી હોવા છતાં તીર્થંકરનામકર્મના રસોદય વખતે એ ભાવના હોતી નથી. કારણ કે તીર્થંકરનામકર્મનો રસોદય કેવળજ્ઞાન પામ્યા બાદ થાય છે અને કેવળી ભગવન્તને કોઈ પણ જાતની ભાવના નથી હોતી. દેશના આપ્યા વગર તીર્થકર નામકર્મ ખપે એવું નથી માટે તેઓ દેશના આપે છે, આપણા ઉપકાર માટે નહિ. સૂર્ય લોકોને પ્રકાશ આપવા માટે ઉદય પામતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org