________________
ભૂલ ન બતાવે ત્યારે થાય તો સમજવું કે ગુરુનો સંગ ગમ્યો.
સિદ્ધાન્તકથા અને સત્સંગ વગર ચાલે એવું નથી-એમ લાગે તો ગુરુવિનયની જરૂર જણાશે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે ગુરવિનય એ સર્વસિદ્ધિઓનું મૂળ છે. ગુરગ્નો વિનય કરવાના કારણે, મોક્ષની ઈચ્છા થવામાં અને મોક્ષની આરાધના કરવામાં આડાં આવનાર કર્મો દૂર થાય છે, તેથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિનયના કારણે ધર્મની યોગ્યતા સૂચિત થતી હોવાથી, એવા યોગ્ય જીવોને ગુરુભગવન્ત પ્રસન્નચિત્તે સર્વસિદ્ધિઓને સાધી આપનાર શ્રુતજ્ઞાનનું પ્રદાન કરે છે. આ રીતે સિદ્ધાન્તકથા, સત્સંગ અને ગુરુવિનય : આ ત્રણ કર્તવ્યોનું યથાશક્તિ પાલન કરનારનો બાકીનો સમય મૃત્યુનું પરિભાવન અને સ્વકૃતપુણ્યપાપનું આલોચન કરવામાં પસાર થાય. મૃત્યુ નજર સામે હોય અને જીવનમાં પોતે કરવાયોગ્ય કેટલું કેવું કર્યું તેમ જ કેટલું ક્યા ક્યા કારણસર ન છ્યું, એની વિચારણા ચાલુ હોય તો સંસારમાં બેસી રહેલાને ઊભા થવાનું, ઊભા રહેલાને ચાલવાનું અને ચાલી રહેલાને દોડવાનું મન થયા વિના ન રહે. મૃત્યુના પરિભાવનના બદલે સંસારમાં સુખ કેમ મળે અને દુ:ખ કેમ ટળે એનું પરિભાવન કરે તો મોક્ષેચ્છા ક્યાંથી પ્રગટે ?
સ0 મૃત્યુનું પરિભાવન કેવી રીતે કરવાનું?
અઈમુત્તામુનિએ અને અનાથી મુનિએ ક્યું એ રીતે. આ બે મહામુનિઓ મૃત્યુના પરિભાવનમાંથી દીક્ષાને પામી ગયા. અઈમુત્તામુનિ જે વખતે દીક્ષા લેવા તૈયાર થયા હતા ત્યારે તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org