________________
કરવી નકામી છે. ચાર જ્ઞાનના ધણી એવા ગૌતમસ્વામી મહારાજા પણ પરમગુરુની આજ્ઞા ઝીલવા માટે તત્પર રહેતા. ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે પણ તેમને મારા સંદેહ કોણ ભાજશે, મને આજ્ઞા કોણ આપશે.' એની ચિંતા થયેલી. આજે તો આજ્ઞા આપનારા વિદ્યમાન હોવા છતાં લગભગ ગમતા નથી. ગૌતમસ્વામી મહારાજાને જ્ઞાનનો પાર નહોતો છતાં આજ્ઞાપાલનમાં કોઈ જાતની કમીના ન હતી, આજે જ્ઞાનમાં માલ નથી ને સ્વચ્છંદતા પાર વિનાની ગમે છે, તો સત્સંગ ક્યાંથી આવે ? ગુરુની પાસે રહેવું જુદું અને ગુરુની આજ્ઞામાં રહેવું જુદું. ગુરુની ગેરહાજરીમાં પણ ગુરુની આજ્ઞા માનવી તે ગુરનો સત્સંગ.
સ0 ગુરુમાં ઊણપ હોય તો ?
શેની ? માર્ગના જ્ઞાનની, માર્ગપ્રવર્તનની કે વાત્સલ્યની ? ગુરુભગવન્ત આપણી ભૂલ બતાવે તે ઊણપ કે આપણી ભૂલ ચલાવી લે તે ઊણપ ? માર્ગનું જ્ઞાન આપવામાં કે માર્ગે ચલાવવામાં ઊણપ લાગતી હોય તો ગુરુને છોડવાની છૂટ, પણ ગુરુની પાસે રહીને ઈચ્છા મુજબ જીવવાની છૂટ નહિ મળે. આપણી અપેક્ષાઓ પૂરી ન થવાના કારણે ગુરુમાં ઊણપ લાગતી હોય તો તે મોટામાં મોટી ઊણપ આપણામાં છે- તેમ માનવાનું. ગુરુ ગુરુ હોવા છતાં તેમનામાં ઊણપ વર્તાયા કરે એ આપણી જ ઊણપને સૂચવે છે. ગુરુને પૂર્ણ માનતા થઈશું તો આપણી ઊણપ દૂર થયા વિના નહિ રહે. હોસ્પિટલમાં દાખલ થયેલા દઈને, બે દિવસ ડૉક્ટર ના આવે તો કેવી ચિંતા થાય ? એવી ચિંતા ગુરુભગવન્ત આપણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org